ડીમાર્ટનો સ્ટોક 54% તૂટી શકે છે, રૂ 5900 નો શેર 2700 સુધી ગગડે તેવા બ્રોકરેજ હાઉસના અનુમાન, શું છે રોકાણકારો માટે સલાહ

|

Oct 20, 2021 | 7:07 AM

સ્ટોક ખૂબ મોંઘા વેલ્યુએશન પર છે. મંગળવારે શેર ૧૦૮ રૂપિયા અથવા ૨.૨૨ ટકાના ઘટાડા સાથે 4789 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

ડીમાર્ટનો સ્ટોક 54% તૂટી શકે છે, રૂ 5900 નો શેર 2700 સુધી ગગડે તેવા બ્રોકરેજ હાઉસના અનુમાન, શું છે રોકાણકારો માટે સલાહ
stock market trading down

Follow us on

ડીમાર્ટ રિટેલ ચેઇન ચલાવતી કંપની એવન્યુ સુપરમાર્ટના શેર 54%ઘટી શકે છે. બ્રોકરેજ હાઉસે આ સ્ટોક માટેનો ટાર્ગેટ ઘટાડીને રૂ .2,700 કર્યો છે. આનું કારણ એ છે કે સ્ટોક ખૂબ મોંઘા વેલ્યુએશન પર છે. મંગળવારે શેર ૧૦૮ રૂપિયા અથવા ૨.૨૨ ટકાના ઘટાડા સાથે 4789 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

સ્ટોક સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો
સોમવારે આ સ્ટોક તેની અત્યાર સુધીની સર્વોચ્ચસપાટીને પાર કરી ગયો હતો. સોમવારે તે 5,899 રૂપિયાને સ્પર્શ્યો હતો પરંતુ પછી શેરમાં ઘટાડો થયો હતો.સોમવારે ક્લોઝિંગ સમયે શેર 8.16% ઘટીને રૂ 4,894.90 પર બંધ થયો હતો. આ સાથે તેની માર્કેટ કેપ રૂ .33,000 કરોડ ઘટીને રૂ. 3.17 લાખ કરોડ થઈ છે હતી. મંગળવારે શેર 5,000.00 ની સસપતિએ ખુલ્યો અને 4,725.00 ના નીચલા સ્તરે દેખાયો હતો.

અપર અને લોઅર સર્કિટ 20% છે
તેમાં 20% અપર અને લોઅર સર્કિટ છે. જોકે હાલ કોઈ સર્કિટ મળી ન હતી પરંતુ વધઘટ 10%ની નજીક હતી. એડલવાઇસે આ સ્ટોકને ડાઉનગ્રેડ કર્યો છે. તેને ઘટાડેલું રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજ હાઉસે કહ્યું છે કે તાજેતરમાં આ સ્ટોકમાં વધારો અને તેનું મૂલ્યાંકન કોઈ કારણ વગર છે. તેના વ્યવસાયમાં કોઈ મૂળભૂત ફેરફાર થયો નથી. બ્રોકરેજ હાઉસે 3,782 રૂપિયાનો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

શેરનો લક્ષ્યાંક રૂ 2,700
HDFC ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝે એવન્યુ સુપરમાર્કેટ માટે પ્રતિ શેર રૂ. 2,700 નો લક્ષ્યાંક ભાવ નક્કી કર્યો છે. તેણે કહ્યું છે કે તેના ફાયદાનો અંદાજ છે પરંતુ હજુ પણ કોરોનાના પહેલાના સ્તરથી ફાયદો થતો નથી. બ્રોકરેજ હાઉસે કહ્યું છે કે આ રિટેલ કંપનીનું માર્જિન 14.3%ના અમારા અંદાજ કરતા ઓછું રહ્યું છે. અમારો અંદાજ 14.6%હતો.

બ્રોકરેજ હાઉસે સ્ટોક વેચવાની સલાહ આપી
આ બ્રોકરેજ હાઉસે તેને વેચવાની સલાહ આપી છે. રૂ 2,700 નો ટાર્ગેટ એટલે કે સોમવાર સવારના ભાવથી શેર 54% ઘટી શકે છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે શેરમાં તાજેતરના ઉછાળાને યોગ્ય ઠેરવવું મુશ્કેલ છે. જેએમ ફાઇનાન્શિયલએ તેના લક્ષ્ય ભાવને ઘટાડીને રૂ 3,380 કર્યો છે.

2023 માં સંભવિત વૃદ્ધિ કરતા વધુ મોંઘો સ્ટોક
બ્રોકરેજ હાઉસનું માનવું છે કે 2023 કે 2025 સુધીમાં આ રિટેલ ચેઇન કંપનીની વૃદ્ધિના આધારે આ સ્ટોક આજે પણ મોંઘો છે. એટલે કે જો તમે 2027 ની કમાણી માટે આગળની કિંમત જુઓ તો તેના આધારે તે ખૂબ મોંઘો છે. શેર આજે જે ભાવે છે તેના આધારે કંપનીનો વિકાસ મુશ્કેલ છે. પ્રભુદાસ લીલાધરે કહ્યું છે કે આ સ્ટોક ઉપર જવાનું કોઈ કારણ નથી. મોતીલાલ ઓસ્વાલ બ્રોકરેજ હાઉસે કહ્યું છે કે તેનો લક્ષ્યાંક રૂપિયા 4,900 છે. જોકે, ડીમાર્ટનો શેર આ સ્તરથી નીચે આવી ગયો છે.

પ્રથમ અર્ધવાર્ષિક (H1FY22) માં કુલ આવક રૂ. 12,681 કરોડ રહી હતી જે ગયા વર્ષે સમાન સમયગાળામાં રૂ. 9,051 કરોડ હતી. શેરના ભાવમાં વધારો તેના માલિક આર.કે. ગત સપ્તાહે દામાની નેટવર્થ 1.54 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

 

આ પણ વાંચો :  31 ઓક્ટોબર સુધીમાં પતાવી લો આ 4 કામ, સપનાના ઘરના નિર્માણથી લઈ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાના કામમાં લાપરવાહી નુકશાન કરાવશે

આ પણ વાંચો : તહેવારમાં કાળજીપૂર્વક સ્વીકારો ગીફ્ટ, મોંઘી ગીફટ પર લાગી શકે છે ટેક્સ

Next Article