Telecom Bill 2022: તમારી એક સલાહથી બદલાઈ શકે છે ટેલીકોમ કાયદો, છેલ્લી તારીખ લંબાવાઈ

ટેલીકોમ બિલમાં સલાહ-સૂચન આપવાની આજે છેલ્લી તારીખ હતી પણ સરકાર દ્વારા આ તારીખ લંબાવવામાં આવી છે. હવે ટેલીકોમ બિલમાં સલાહ-સૂચન આપવાની તારીખ 20 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

Telecom Bill 2022: તમારી એક સલાહથી બદલાઈ શકે છે ટેલીકોમ કાયદો, છેલ્લી તારીખ લંબાવાઈ
Deadline extended for comments on draft Telecom Bill
Image Credit source: file photo
| Edited By: | Updated on: Nov 10, 2022 | 10:25 PM

ખોટા કામ અટકાવવા અને યુઝર્સને વધારે પાવર આપવા માટે ભારત સરકાર ટેલીકોમ બિલ લાવવામાં આવ્યુ છે. જેની મદદથી સામાન્ય લોકોથી લઈને એક્સપર્ટ સુધીના લોકો ટેલીકોમ માટે પોતાની સલાહ-સૂચન આપી શકશે. જો તમે આ ટેલીકોમ બિલ પર સરકારને કોઈ સલાહ-સૂચન આપવામાં માંગો છો તો તમે પણ આપી શકો છે. ટેલીકોમ બિલમાં સલાહ-સૂચન આપવાની આજે છેલ્લી તારીખ હતી પણ સરકાર દ્વારા આ તારીખ લંબાવવામાં આવી છે. હવે ટેલીકોમ બિલમાં સલાહ-સૂચન આપવાની તારીખ 20 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. Right to Know મુદ્દો આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે.

આ બિલ પર ટેલિકોમ કંપનીઓ અને ટેક કંપનીઓ આમને-સામને છે. ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે ઓટીટીને પણ નિયમનના દાયરામાં લાવવામાં આવે. જ્યારે ટેક કંપનીઓ તેનો વિરોધ કરી રહી છે. ટેક કંપનીઓ WhastApp, Telegram, Google Duo અને Facebook Messengerને નિયમન હેઠળ લાવવાનો વિરોધ કરી રહી છે.

20 નવેમ્બર સુધી લંબાવવા આવી સમયમર્યાદા

ટેલીકોમ બિલમાં સલાહ-સૂચન આપવાની આજે 10 નવેમ્બરે છેલ્લી તારીખ હતી. હવે આ સમયમર્યાદા 20 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

શું છે Telecom Bill 2022?

સરકારે જાહેર પરામર્શ માટે ભારતીય ટેલિકોમ્યુનિકેશન બિલ 2022 બહાર પાડ્યુ છે, જેમાં ત્રણ કાયદાઓને બદલવા માટે વ્યાપક કાયદાની દરખાસ્ત કરવામાં આવી છે. ભારતીય ટેલિગ્રાફ એક્ટ, 1885, ભારતીય વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ, 1933 અને ટેલિગ્રાફ વાયર્સ (ગેરકાયદેસર કબજો) એક્ટ, 1950.

કેવી રીતે આપી શકો સલાહ-સૂચન?

ભારતીય ટેલિકોમ્યુનિકેશન બિલ 2022 માટે તમારા સલાહ-સૂચન તમે આ ફોટોમાં જણાવવામાં આવેલી મેઈલ આઈડી પર મોકલી શકો છો. આ સિવાય ભારત સરકારની વેબસાઈટ પર પણ તમે સલાહ સૂૃચન શેયર કરી શકો છો.

ઓટીટી કંપનીઓને લાયસન્સ નિયમોના પરિપ્રેક્ષ્યમાં લાવવાની માંગણી

સેલુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (COAI)નું કહેવુ છે કે OTT કંપનીઓ પણ લાયસન્સ નિયમોના અમલમાં લાવ્યા. તેમણે કહ્યું છે કે, ઓટીટી કંપનીઓ પર સામાન સેવાઓ આપવા માટે એક સામાન જ નિયમ લાગુ કરો.

OTT કંપનીઓ શું કહે છે?

ઓટીટી કંપનીઓનું કહેવુ છે કે તેઓને લાયસન્સ રજૂ કરવામાં આવે છે. OTT પર પહેલાથી જ IT ઈન્ટરમીડિયરીઝ અને MIB નિયમો લાગુ પડે છે. આના જેવી જ એક અને રેગુલેશનથી ઓટીટી કંપનીઓની સેવાઓ ઉપલબ્ધ છે. BIF, Nasscom અને IAMAI દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે.