ઈ-કોમર્સ કંપનીઓ હવે ડિસ્કાઉન્ટનાં નામે ગ્રાહકોને છેતરી શકશે નહીં, ‘ડાર્ક પેટર્ન’ પર પ્રતિબંધ લદાયો, સમજો નવો નિયમ

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ 30 નવેમ્બરે ડાર્ક પેટર્ન પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ગાઈડલાઈન્સ માટે આ સંદર્ભમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નોટિફિકેશન  ભારતમાં માલસામાન અને સેવાઓ અને જાહેરાતકર્તાઓ અને વિક્રેતાઓ ઓફર કરતા તમામ પ્લેટફોર્મ પર પણ લાગુ પડે છે.

ઈ-કોમર્સ કંપનીઓ હવે ડિસ્કાઉન્ટનાં નામે ગ્રાહકોને છેતરી શકશે નહીં, ડાર્ક પેટર્ન પર પ્રતિબંધ લદાયો, સમજો નવો નિયમ
| Edited By: | Updated on: Dec 03, 2023 | 8:04 AM

ડાર્ક પેટર્ન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકારે ગ્રાહકોના હિતોના રક્ષણ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ‘ડાર્ક પેટર્ન’ના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીઓ અથવા ઉદ્યોગપતિઓ ડાર્ક પેટર્ન દ્વારા ગ્રાહકોને છેતરવાનો અથવા તેમના વર્તન અથવા પસંદગીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતી હોવાના કિસ્સા ધ્યાન ઉપર આવે છે.

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ 30 નવેમ્બરે ડાર્ક પેટર્ન પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ગાઈડલાઈન્સ માટે આ સંદર્ભમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નોટિફિકેશન  ભારતમાં માલસામાન અને સેવાઓ અને જાહેરાતકર્તાઓ અને વિક્રેતાઓ ઓફર કરતા તમામ પ્લેટફોર્મ પર પણ લાગુ પડે છે.

ડાર્ક પેટર્ન શું છે?

ડાર્ક પેટર્ન એ એક માર્ગ છે જેના દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કોઈ પ્રોડક્ટ સર્ચ કરો છો ત્યારે તેની કિંમત એક વસ્તુ દેખાય છે પરંતુ જેવા તમે તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો છો ત્યારે કિંમત અલગ હોય છે.

નવી માર્ગદર્શિકા અનુસાર ડાર્ક પેટર્નનો આશરો લેવો એ ઉપભોક્તા અધિકારોનું ઉલ્લંઘન હશે. આને ભ્રામક જાહેરાત અથવા અયોગ્ય વેપાર પ્રથા તરીકે ગણવામાં આવશે. આમ કરવા બદલ ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓ મુજબ દંડ વસૂલવામાં આવશે.

ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે પીટીઆઈને જણાવ્યું હતું કે, “જેમ જેમ ઈ-કોમર્સ વધતું જાય છે તેમ, ગ્રાહકોને તેમની ખરીદીની પસંદગીઓ અને વર્તનમાં છેડછાડ કરીને ગેરમાર્ગે દોરવા માટે પ્લેટફોર્મ દ્વારા ડાર્ક પેટર્નનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવે છે.”

તેમણે કહ્યું કે સૂચિત માર્ગદર્શિકા તમામ હિસ્સેદારો – ખરીદારો, વિક્રેતાઓ, બજારો અને નિયમનકારોને સ્પષ્ટતા લાવશે કે અયોગ્ય વેપાર પ્રવૃત્તિઓ તરીકે શું સ્વીકાર્ય છે અને શું નથી. આનું ઉલ્લંઘન કરનારને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ જવાબદાર ગણવામાં આવશે.

નવી માર્ગદર્શિકા ગ્રાહકોનું હિત  સાચવશે

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ આ અઠવાડિયે ‘ડાર્ક પેટર્ન પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ગાઈડલાઈન્સ’ જાહેર કરી છે. આ સાથે હવે આ માર્ગદર્શિકાને કાયદાકીય માન્યતા મળી ગઈ છે. આ ગેઝેટ સૂચનાઓ દેશની અંદર માલસામાન અને સેવાઓ પ્રદાન કરતા તમામ પ્રકારના પ્લેટફોર્મ પર લાગુ થશે. આ સ્ટોકિસ્ટ અને એડવર્ટાઇઝર્સને પણ લાગુ પડશે.

આ પણ વાંચો : ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની 3 દિવસીય મલેશિયા મુલાકાત પૂર્ણ, વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે યોજી બેઠક

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો