Cyient DLM IPO Allotment Status : ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ અને સોલ્યુશન્સ પ્રોવાઇડર Cyient DLMના IPOને સબસ્ક્રાઈબર્સ તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો છે.બજાર વિશ્લેષકોના જણાવ્યા અનુસાર શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 120 રૂપિયાની રેન્જમાં છે. આ અગાઉ મંગળવારે સવારે ગ્રે માર્કેટ (gmp)માં Cyient DLM લિમિટેડના શેર રૂપિયા 124ના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતું જ્યારે સોમવારે, Cyient DLM માટે GMP રૂ. 125 હતો. એક્સચેન્જ પાસે ઉપલબ્ધ ડેટા મુજબ રૂ. 592 કરોડના Cyient DLM IPOને એકંદરે 67.31 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો જ્યારે તેનો છૂટક હિસ્સો 49.22 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
બજાર નિરીક્ષકોના મતે Cyient DLM IPO GMP રૂ. 120 ની રેન્જમાં છે જેનો અર્થ એ છે કે ગ્રે માર્કેટને અપેક્ષા છે કે Cyient DLM IPOની લિસ્ટિંગ કિંમત રૂ. 385 (રૂ. 265 + રૂ. 120) જે તેની પ્રાઇસ બેન્ડથી કેટલી વધારે રહેશે.
Cyient DLM IPO BSE અને NSE બંને પર લિસ્ટેડ થવાની દરખાસ્ત છે. શેર લિસ્ટિંગની સંભવિત તારીખ 10 જુલાઈ 2023 છે. સાયન્ટ DLM IPO માટે ફાળવણીની તારીખ 5મી જુલાઈ 2023 હતી. કેફિન ટેક્નોલોજીસ લિમિટેડને IPOના સત્તાવાર રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
મજબૂત વ્યાપારી તકો, સ્વસ્થ નાણાકીય સ્થિતિ, મિશ્ર વૈવિધ્યસભર ઉત્પાદન મિશ્રણ, સોલ્યુશન-ઓરિએન્ટેડ આઉટલૂક, ગ્રાહક-કેન્દ્રિત સેવા અને વિશ્વસનીય ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો આ ઈશ્યુ પર સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરી હતી.
કેટલાક બજાર વિશ્લેષકો માને છે કે પ્રાથમિક અને ગૌણ બજારો માટે રોકાણકારોની જોખમની ઈચ્છા વધુ છે અને ગ્રે માર્કેટ આ સેન્ટિમેન્ટને પ્રતિબિંબિત કરી રહ્યું છે. Cyient DLM IPO Allotment Status જાહેર થયા પછી રોકાણકારો BSE વેબસાઈટ અથવા રજિસ્ટ્રારની વેબસાઈટ પર લોગઈન કરીને તેમની અરજીનું સ્ટેટસ ઓનલાઈન ચકાસી શકે છે.
Published On - 8:11 am, Thu, 6 July 23