Cryptocurrency Bill: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મંગળવારે સંસદમાં ક્રિપ્ટોકરન્સીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. સીતારમણે રાજ્યસભામાં કહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ રજૂ કરવા જઈ રહી છે. નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી અંગેના નિયમન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
નાણામંત્રી સીતારમણે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ એક જોખમી વિસ્તાર છે અને સમગ્ર નિયમનકારી માળખામાં નથી. તેણે વધુમાં કહ્યું કે તેની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આરબીઆઈ (RBI) અને સેબી (SEBI) દ્વારા જાગૃતિ ફેલાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં બિલ રજૂ કરશે.
નાણામંત્રીએ ક્રિપ્ટો માટેની જાહેરાતો પર શું કહ્યું ?
નિર્મલા સિતારને ક્રિપ્ટોની (Cryptocurrency) જાહેરાતો પર કહ્યું કે ASCI છે, જે જાહેરાતોને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે તેના તમામ નિયમોને જોવામાં આવી રહ્યા છે, જેથી તેઓ નક્કી કરી શકે કે જાહેરાતો પર શું કરી શકાય. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં કેબિનેટમાંથી બિલ પાસ કરીને બિલ લાવશે. તેને પાછલા વખતે લાવવામાં આવ્યું ન હતું કારણ કે તેમાં અન્ય બાબતો પણ હતી જે જોવાની હતી.
આ મામલે અનેક બાબતો સામે આવી છે. નાણામંત્રીએ કહ્યું કે તેનો હેતુ બિલમાં સુધારો કરવાનો હતો. સીતારમણે કહ્યું કે તેઓ એવી સ્થિતિમાં છે કે સરકાર સંસદમાં બિલ લાવવાની ખૂબ નજીક છે. છેલ્લા બિલ પર ફરીથી કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આવનારું બિલ એક નવું બિલ છે. સરકાર ક્રિપ્ટોકરન્સીથી થતા ખોટા કામોના જોખમ પર નજીકથી નજર રાખી રહી છે.
સંસદમાં સરકારને શું સવાલ પૂછવામાં આવ્યો ?
રાજ્યસભામાં નાણામંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, એક ડોલરથી શરૂ થયેલી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત આજે 60 હજાર ડોલર છે. દેશમાંથી તેમાં કરોડો લોકોએ રોકાણ કર્યું હોવાનો અંદાજ છે અને તેમાં લાખો અને કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.
સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું ભારત સરકાર એવા લોકોને કહેવાનો પ્રયાસ કરી રહી છે કે તે અત્યારે સુરક્ષિત નથી, તેઓ એવા પૈસા લગાવી રહ્યા છે કે ભવિષ્યમાં તેમને નુકસાન થઈ શકે. સવાલ મુજબ જ્યાં સુધી બિલ ન આવે ત્યાં સુધી નાણા મંત્રાલય સમજાવવાની કોશિશ કરી શકે છે કે તેમાં પૈસા ન લગાવો. સરકારને પૂછવામાં આવ્યું કે શું તે આ અંગે કોઈ કામ કરી રહી છે.
આ પણ વાંચો : UP Election 2022: યુપી ચૂંટણી માટે 2 ડિસેમ્બરે સહારનપુરમાં બૂથ પ્રમુખની શાળા, અમિત શાહ આપશે વિજય મંત્ર