સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 43,800 રૂપિયાને પાર

રેકોર્ડબ્રેક ઉંચાઈ પર સોનાનો ભાવ પહોંચી ગયો છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 43,800ને પાર કરીને 43,850 પર પહોંચી ગયો છે. માત્ર 4 દિવસમાં જ સોનાના ભાવમાં રૂપિયા 3,000થી વધુનો ભાવમાં વધારો થયો છે અને હજુ પણ સોનાના ભાવ વધે તેવી શક્યતા છે. વૈશ્વિક બુલિયન માર્કેટની તેજી અને ચીનમાં કોરોના વાઈરસની અસરથી ભારતીય નિકાસકારોને માટે […]

સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 43,800 રૂપિયાને પાર
| Edited By: | Updated on: Jan 19, 2021 | 3:23 PM

રેકોર્ડબ્રેક ઉંચાઈ પર સોનાનો ભાવ પહોંચી ગયો છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 43,800ને પાર કરીને 43,850 પર પહોંચી ગયો છે. માત્ર 4 દિવસમાં જ સોનાના ભાવમાં રૂપિયા 3,000થી વધુનો ભાવમાં વધારો થયો છે અને હજુ પણ સોનાના ભાવ વધે તેવી શક્યતા છે. વૈશ્વિક બુલિયન માર્કેટની તેજી અને ચીનમાં કોરોના વાઈરસની અસરથી ભારતીય નિકાસકારોને માટે નિકાસની તકો વધવાની આશાએ અમદાવાદ સોના અને ચાંદી બજારમાં તેજીનો માહોલ યથાવત્ છે.

 

આગ ઝરતી તેજી ચાલુ રહેતા બંન્ને કીંમતી ધાતુઓના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ 850 રૂપિયાના વધારા સાથે કામકાજના અંતે રૂપિયા 43,850ની નવી ઊંચી સપાટીએ આવી ગયો હતો. સ્ટાન્ડર્ડ સોનાની સાથે સોનું તેજાબીમાં પણ 850નો ઉછાળો આવ્યો હતો અને 43,700ની સપાટીએ આવી ગયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હોલમાર્ક સોનાના ભાવમાં પણ મજબૂતાઈ જોવા મળી હતી અને 835ના વધારા સાથે 42,975ની નવી ઊંચી સપાટી જોવા મળી હતી. સોનાના ભાવની સાથે ચાંદી ચોરસાના ભાવમાં પણ વધુ 700નો ઉછાળો આવ્યો હતો અને ભાવ વધીને 49,000ની સપાટી કુદાવી ગયા બાદ કામકાજના અંતે રૂ. 49,200ની નવી ઊંચી સપાટીએ ભાવ પહોંચી ગયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સેફહેવન બુલિયન માર્કેટમાં લાંબા સમય બાદ તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1600 ડોલરની સપાટી કૂદાવતા અમદાવાદમાં સોનાના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો. સોના-ચાંદીમાં તેજીનું મુખ્ય કારણ કોરોના વાયરસ અને ચીને વ્યાજદરમાં ઘટાડો કરતા ફંડામેન્ટલ મજબૂત બન્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: જમ્મૂ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

Published On - 4:33 am, Sat, 22 February 20