કોરોના મહામારીની દસ્તક બાદ ભારતીય બંદરો ઉપર કાર્ગો હેન્ડલિંગ ચિંતાજનક સ્તરે, કોલસાની આયાતમાં 25 ટકા સુધી ઘટાડો

કોરોના મહામારીની અસર દેશના કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્ર સતત પ્રભાવિત કરી રહી છે. ઈન્ડિયન પોર્ટ્સ એસોસિએશન મુજબ દેશના 12 મોટા બંદરો પર થર્મલ અને કોકિંગ કોલની આયાત વાર્ષિક ધોરણે 25.13 ટકા ઘટીને 5.541 કરોડ ટન પર પહોંચી છે. સપ્ટેમ્બર 2020ના આંકડા અનુસાર ભારતીય બંદરો પર કોલસાની આયાતમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો રહ્યો હતો. એપ્રિલથી સપ્ટેમ્બરના અર્ધવાર્ષિકમાં […]

કોરોના મહામારીની દસ્તક બાદ ભારતીય બંદરો ઉપર કાર્ગો હેન્ડલિંગ ચિંતાજનક સ્તરે, કોલસાની આયાતમાં 25 ટકા સુધી ઘટાડો
| Edited By: | Updated on: Oct 19, 2020 | 8:13 PM
કોરોના મહામારીની અસર દેશના કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્ર સતત પ્રભાવિત કરી રહી છે. ઈન્ડિયન પોર્ટ્સ એસોસિએશન મુજબ દેશના 12 મોટા બંદરો પર થર્મલ અને કોકિંગ કોલની આયાત વાર્ષિક ધોરણે 25.13 ટકા ઘટીને 5.541 કરોડ ટન પર પહોંચી છે. સપ્ટેમ્બર 2020ના આંકડા અનુસાર ભારતીય બંદરો પર કોલસાની આયાતમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો રહ્યો હતો. એપ્રિલથી સપ્ટેમ્બરના અર્ધવાર્ષિકમાં ફક્ત થર્મલ કોલસાની આયાત 23.24 ટકા ઘટીને 3.452કરોડ ટન થઈ છે.  આ સમયગાળા દરમિયાન કોકિંગ કોલસાની આયાત 28.04 ટકા ઘટીને 2.089 કરોડ ટન થઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન  થર્મલ કોલસાનું વોલ્યુમ 4.498 કરોડ ટન અને કોકિંગ કોલસમાં 2.903 કરોડ ટન રહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દેશમાં વીજળીનો 70 ટકા હિસ્સો થર્મલ કોલસા દ્વારા ઉત્પાદિત થાય છે, જ્યારે કોકિંગ કોલસો મુખ્યત્વે સ્ટીલ બનાવવા માટે વપરાય છે. કોરોનાવાઈરસ રોગચાળાને કારણે કન્ટેનર, કોલસો અને અન્ય ચીજવસ્તુઓ જેવી કે પેટ્રોલિયમ ઓઈલ લુબ્રિકન્ટની માત્રામાં પણ ઘટાડો થયો છે. બંદરો પર કાર્ગો ટ્રાફિક પહેલા 6 મહિનામાં 14 ટકાનો ઘટાડા સાથે 29.855 કરોડ ટન રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 34.823 કરોડ ટન હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

12 મોટા બંદરો દેશના લગભગ 60 ટકા કાર્ગો ટ્રાફિકનું સંચાલન કરે છે. આ બંદરોમાં દીનદયાળ કંડલા , મુંબઈ, જેએનપીટી, મોરમુગાઓ, ન્યુ મંગલરૂ, કોચી, ચેન્નાઈ, કામરાજર, વી.ઓ. ચિદમ્બર, વિશાખાપટ્ટનમ, પરાદીપ અને કોલકત્તાનો સમાવેશ થાય છે. આ તમામ બંદર કેન્દ્ર સરકાર દ્વારા નિયંત્રિત થાય છે. આ બંદરોએ નાણાકીય વર્ષ 2019-20માં કુલ 70.5 કરોડ ટન કાર્ગો ટ્રાફિકનું સંચાલન કર્યું હતું. કાર્ગો ટ્રાફિકમાં કન્ટેનર કાર્ગો, કોલસો, ખાતર, પેટ્રોલિયમ ઉત્પાદનો અને અન્ય સેગમેન્ટો સામેલ છે. કોરોનાવાઈરસ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી કન્ટેનર, કોલસો અને પેટ્રોલિયમ ઓઈલ અને લુબ્રિકન્ટ્સના હેન્ડલિંગમાંમાં ધરખમ ઘટાડો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો