સાયકલ ખરીદીમાં અચાનક તેજી, કોરોનાકાળમાં લોકો ફિટનેસ પ્રત્યે બન્યા જાગૃત

લોકડાઉન દરમિયાન ઘરમાં ટીવી જોવું, ઇન્ટરનેટ સર્ફિંગ અને મનપસંદ ભોજન લેવું. બસ લોકોની આજ પ્રવૃત્તિ હતી. અનલોક શરૂ થયા બાદ બેઠાળું જીવન જીવેલા લોકો સ્વાસ્થ્ય પ્રત્ય જાગૃત બન્યા છે. ફિટનેસ જાળવી રાખવા લોકોએ સાઈકલની ખરીદી ઉપર તડાકો બોલાવ્યો છે. ખરીદીનો જુવાળ એ હદે પહોંચ્યો છેકે સાયકલના કેટલાક મોડલ માટે વેઇટિંગ લિસ્ટ છે. પહેલી વખત દેશમાં […]

સાયકલ ખરીદીમાં અચાનક તેજી, કોરોનાકાળમાં લોકો ફિટનેસ પ્રત્યે બન્યા જાગૃત
| Edited By: | Updated on: Oct 17, 2020 | 1:04 PM

લોકડાઉન દરમિયાન ઘરમાં ટીવી જોવું, ઇન્ટરનેટ સર્ફિંગ અને મનપસંદ ભોજન લેવું. બસ લોકોની આજ પ્રવૃત્તિ હતી. અનલોક શરૂ થયા બાદ બેઠાળું જીવન જીવેલા લોકો સ્વાસ્થ્ય પ્રત્ય જાગૃત બન્યા છે. ફિટનેસ જાળવી રાખવા લોકોએ સાઈકલની ખરીદી ઉપર તડાકો બોલાવ્યો છે. ખરીદીનો જુવાળ એ હદે પહોંચ્યો છેકે સાયકલના કેટલાક મોડલ માટે વેઇટિંગ લિસ્ટ છે.

પહેલી વખત દેશમાં સાઈકલના નવા અને આધુનિક મોડેલની ખરીદી માટે વેઈટિંગ જોવા મળ્યું છે. સાઇકલની માગમાં એ હદે વધી છે કે  છેલ્લા 5 મહિનામાં સાઈકલનું વેચાણ લગભગ બમણુ થયું છે.  મે મહિનાથી સપ્ટેમ્બર 2020 સુધીમાં દેશમાં કુલ 41,80,945 સાઈકલના યુનિટનું વેચાણ થયું છે. કેટલાક શહેરોમાં છેલ્લા 4થી 5 મહિનામાં સાઈકલની માગમાં લગભગ પાંચ ગણો વધારો થયો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો