
જો તમારે કામકાજ માટે નિયમિત બેંકમાં જવાની જરૂર ઉભી થાય છે અથવા તમે બેંક ના કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. ટૂંક સમયમાં બેંક કર્મચારીઓને પણ અઠવાડિયામાં બે દિવસની રજા મળી શકે છે.એક અખબારી અહેવાલ મુજબ ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ વચ્ચે અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા માટે વાતચીત ચાલી રહી છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ નિર્ણય લેવાય છે તો બાકીના દિવસોમાં કર્મચારીઓના કામના કલાકોમાં 40 મિનિટનો વધારો થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે આ મામલે IBA અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ વચ્ચે સમજૂતી થઈ છે. આ બાબતે એક મીડિયા સાથે વાત કરતા ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી એસ નાગરાજને કહ્યું કે જો બેંકોમાં પાંચ દિવસના કામકાજનો નિયમ લાગુ કરવો હોય તો તેના માટે સરકાર કલમ 25 હેઠળ નોટિફિકેશન બહાર પાડશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જણાવી દઈએ કે હાલમાં બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા છે.
એસ નાગરાજને વધુમાં કહ્યું કે જો સરકાર શનિવારની રજાની માંગણી સ્વીકારે છે તો બેંક કર્મચારીઓએ અઠવાડિયાના બાકીના પાંચ દિવસ વધુ કામ કરવું પડશે. આવી સ્થિતિમાં બેંક કર્મચારીઓએ સોમવારથી શનિવાર સુધી સવારે 9.45 થી 5.30 સુધી કામ કરવું પડશે. આવી સ્થિતિમાં કામમાં દરરોજ 40 મિનિટનો વધારો થશે. જણાવી દઈએ કે હાલમાં બેંકો પહેલા અને ત્રીજા શનિવારે કામ કરે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત ગ્રાહકો વચ્ચે બેંકની રજાઓને લઈને ઘણી મૂંઝવણમાં હોય છે. તમને જણાવી દઈએ કે બેંક યુનિયન લાંબા સમયથી 5 વર્કિંગ ડેની માંગ કરી રહ્યા છે. સરકારે ભારતીય જીવન વીમા નિગમમાં 5 કામકાજના દિવસોનો નિયમ અમલમાં મૂક્યો ત્યારથી આ માંગે જોર પકડ્યું હતું.
નવો મહિનો શરૂ થયો છે. આ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. રાજ્યના મહત્વના તહેવારો અને જસંતીને અનુલક્ષીને બેંકની રજાઓ નક્કી કરવામાં આવે છે. હોળી, નવરાત્રી, રામ નવમીના કારણે આ મહિને ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
Published On - 4:06 pm, Thu, 2 March 23