Concord Biotech IPO :ગુજરાતની બાયોફાર્મા કંપનીનો પબ્લિક ઇશ્યૂ 25 ગણો સબ્સ્ક્રાઇબ થયો, લિસ્ટિંગ સાથે રોકાણકારોને માલામાલ બનાવે તેવા સંકેત

|

Aug 09, 2023 | 7:54 AM

Concord Biotech IPO Subscription Status: કોન્કોર્ડ બાયોટેકની ₹1,551 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (Concord Biotech IPO) મંગળવારે ઇશ્યૂના છેલ્લા દિવસે 25 ગણી સબસ્ક્રાઇબ કરવામાં આવી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે આરક્ષિત ભાગ 68 ગણો સબસ્ક્રાઇબ થયો હતો

Concord Biotech IPO :ગુજરાતની બાયોફાર્મા કંપનીનો પબ્લિક ઇશ્યૂ 25 ગણો સબ્સ્ક્રાઇબ થયો, લિસ્ટિંગ સાથે રોકાણકારોને માલામાલ બનાવે તેવા સંકેત

Follow us on

Concord Biotech IPO: કોન્કોર્ડ બાયોટેકની ₹1,551 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) મંગળવારે ઇશ્યૂના છેલ્લા દિવસે 25 ગણી સબસ્ક્રાઇબ કરવામાં આવી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે આરક્ષિત ભાગ 68 ગણો સબસ્ક્રાઇબ થયો હતો જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 17 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. છૂટક રોકાણકારોએ તેમના માટે નક્કી કરેલા શેરના 3.78 ગણા માટે બોલી લગાવી હતી.

Concord Biotech IPO Details

સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API)નું ઉત્પાદન કરતી બાયોફાર્મા કંપનીનો પબ્લિક ઇશ્યૂ શુક્રવારે જાહેર સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને તેની કિંમત પ્રતિ શેર ₹705-741ની રેન્જમાં હતી. સમગ્ર પબ્લિક ઈશ્યુ વર્તમાન શેરધારકો દ્વારા 2.09 કરોડ સુધીના શેરના વેચાણ માટેની ઓફર છે. ઝુનઝુનવાલા પરિવારના ત્રણ ટ્રસ્ટ – આર્યમન ઝુનઝુનવાલા ડિસ્ક્રેશનરી ટ્રસ્ટ, આર્યવીર ઝુનઝુનવાલા ડિસ્ક્રેશનરી ટ્રસ્ટ અને નિષ્ઠા ઝુનઝુનવાલા ડિસ્ક્રેશનરી ટ્રસ્ટ – કંપનીમાં દરેક 8.03% હિસ્સો ધરાવે છે.

પ્રારંભિક જાહેર ભરણાં પહેલાં, કંપનીએ 62,75 લાખ શેરની ફાળવણી કરીને એન્કર રોકાણકારો પાસેથી ₹464.95 કરોડ એકત્ર કર્યા હતા. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા અને જેફરીઝ ઈન્ડિયા બેન્કર છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

Concorde Biotech IPO 4 ઓગસ્ટે ખુલ્યા બાદ આ IPO 8 ઓગસ્ટ સુધી રોકાણકારો માટે ખુલ્લો રહ્યો હતો. ફાર્મા કંપની આ IPO દ્વારા રૂપિયા 1550.52 કરોડ એકત્ર કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, કોનકોર્ડ બાયોટેક IPOમાં 35 ટકા રિટેલ રોકાણકારો માટે, 15 ટકા અને 50 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો અને લાયક સંસ્થાકીય ખરીદદારો માટે અનુક્રમે આરક્ષિત રાખવામાં આવ્યા હતા.

કોનકોર્ડ બાયોટેક IPO માટે નિશ્ચિત લોટ સાઈઝમાં 20 શેર રાખવામાં આવ્યા હતા. રિટેલ રોકાણકારે ઓછામાં ઓછું રૂ. 14,820નું રોકાણ કરવાનું નક્કી કરાયું હતું. તે જ સમયે, મહત્તમ 1,92,660 રૂપિયાનું રોકાણ કરવા છૂટ અપાઈ હતી.  કોન્કોર્ડ બાયોટેક કંપનીનું ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયામાં BSE અને NSEમાં લિસ્ટિંગ કરવામાં આવશે.

 IPO નું ઝુનઝુનવાલા કનેક્શન

કોનકોર્ડ બાયોટેક વાસ્તવમાં રેર એન્ટરપ્રાઇઝિસના રોકાણ સાથેની ફાર્માસ્યુટિકલ કંપની છે. રેર એન્ટરપ્રાઇઝની સ્થાપના સ્વર્ગસ્થ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ કરી હતી.

કોનકોર્ડ બાયોટેકશેરબજારમાં ક્યારે આવશે?

આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાનો સમયગાળો 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધીનો રાખવામાં આવ્યો હતો. કોનકોર્ડ બાયોટેકના શેરની ફાળવણી 11 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ શકે છે. 17 ઓગસ્ટ સુધીમાં સફળ બિડર્સના ડીમેટ ખાતામાં શેર અથવા બેંક ખાતામાં રિફંડ જમા કરવામાં આવશે. કંપનીનું લિસ્ટિંગ 18 ઓગસ્ટે થવાની શક્યતા છે.

Published On - 7:54 am, Wed, 9 August 23

Next Article