
Commodity Market Today : સોનાના ભાવ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય છે કે આ વર્ષે સોનાની કિંમત 64,000 રૂપિયાને પાર કરી શકે છે. જો કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું માનીએ તો આ વર્ષે સોનાની કિંમત ઉંચી રહી શકે છે અને કિંમત 64,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, સોનાનો ભાવ રૂ. 62,000ની નજીક આવ્યો હતો ત્યારબાદ તેમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે સોનું એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. શુક્રવારે બુલિયન માર્કેટમાં સોનાના 10 ગ્રામના ભાવ ફ્લેટ જોવા મળ્યો હતો. સોનાનો ભાવ રૂ.60,000ની નીચે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સોનાનો ભાવ રૂ.51 ઘટીને રૂ.59,840 પર બંધ થયો હતો. ચાંદી રૂ.155ના ઉછાળા સાથે રૂ.73,855 પર બંધ રહી હતી.
| એક નજર સોના-ચાંદીનો છેલ્લો ભાવ (Updated at June 10, 2023 – 23:29) | |
| MCX GOLD : 59840.00 -51.00 (-0.09%) | |
| MCX SILVER : 73825.00 +155.00 (0.21%) |
ગુવાર સીડના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુવાર સીડ 7 મહિનામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જ્યારે ગુવાર ગમ 4 સપ્તાહના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જૂનમાં ગુવાર સીડ 3% થી વધુ ઘટ્યો છે જ્યારે ગુવાર ગમ જૂન માં 4% થી વધુ ઘટ્યો છે. ગુવાર ગમમાં સતત 7મા મહિને ઘટાડો જોવા મળી રહ્યો છે.7 મહિનામાં ગુવાર ગમની મૂવમેન્ટ પર નજર કરીએ તો ગુવાર ગમમાં 21 ટકા જ્યારે ગુવાર સીડમાં 13 ટકાનો ઘટાડો થયો છે.
સમુન્નતિએ FPO ફેડરેશન સાથે જોડાણ કર્યું છે.સમુન્નતીએ ડુંગળી અને ચણાની ખરીદી માટે FPO ફેડરેશન સાથે જોડાણ કર્યું છે. સીધા ખેતરોમાંથી ડુંગળી અને સમુન્નતી ચણા ખરીદશે. મહા એફપીઓને NCCF તરફથી ઓર્ડર મળ્યો છે. 5000 MT ડુંગળી, ચણાનો ઓર્ડર મળ્યો. સમુન્નતિ ખેડૂતો, એફપીઓને ચૂકવશે. 5000 MT ડુંગળી ખરીદી ચૂકવવામાં આવી છે. 5000 મેટ્રિક ટન ચણાની પણ ખરીદી કરવામાં આવશે. આ કાર્યક્રમ નાશિક, પુણે, અહમદનગર જિલ્લામાં યોજાશે. 50 થી વધુ FPO ભાગ લે તેવી અપેક્ષા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ(Crude Oil)ની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ 1.12 ડોલર ઘટીને બેરલ દીઠ $70.17 પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ $ 1.17 ઘટીને બેરલ દીઠ $ 74.79 પર વેચાઈ રહ્યું છે.