Commodity Market Today : ડીઝલની માંગમાં ઘટાડો તો સોના – ચાંદીમાં ઉછાળો,વાંચો કોમોડિટી માર્કેટની લેટેસ્ટ અપડેટ

|

Jul 03, 2023 | 8:17 AM

Commodity Market Today : ઇલેક્ટ્રિક કે બાયોડીઝલ જેવા વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં ભલે અનેક પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં અર્થતંત્રનું પૈડું પેટ્રોલ-ડીઝલ પર ફરે છે. દેશમાં કાર-બાઈક-બસ-ટ્રેક્ટર-રેલ કે જનરેટર વગેરેમાં વપરાતા કુલ ઈંધણના માત્ર 40 ટકા ડીઝલ છે.

Commodity Market Today : ડીઝલની માંગમાં ઘટાડો તો સોના - ચાંદીમાં ઉછાળો,વાંચો કોમોડિટી માર્કેટની લેટેસ્ટ અપડેટ

Follow us on

Commodity Market Today : ઇલેક્ટ્રિક કે બાયોડીઝલ જેવા વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં ભલે અનેક પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં અર્થતંત્રનું પૈડું પેટ્રોલ-ડીઝલ(Petrol -Diesel) પર ફરે છે. દેશમાં કાર-બાઈક-બસ-ટ્રેક્ટર-રેલ કે જનરેટર વગેરેમાં વપરાતા કુલ ઈંધણના માત્ર 40 ટકા ડીઝલ છે. પરંતુ જૂન મહિનામાં તેની માંગમાં જબરદસ્ત ઘટાડો થયો છે, જ્યારે તેનાથી વિપરીત પેટ્રોલની માંગ વધી છે. તેમની વચ્ચેનો સહસંબંધ પણ અનોખો છે.ગત વર્ષની સરખામણીએ જૂનમાં ડીઝલની માંગ 3.7 ટકા ઘટીને માત્ર 7.1 મિલિયન ટન રહી હતી, જ્યારે પેટ્રોલની માંગ 3.4 ટકા વધીને 2.9 મિલિયન ટન સુધી પહોંચી હતી. મહિના પ્રમાણે, મે મહિનામાં ડીઝલનું વેચાણ 70.9 લાખ ટન રહ્યું હતું, જ્યારે પેટ્રોલની માંગ લગભગ જૂન જેટલી જ રહી હતી.

શેરબજારની સર્વોચ્ચ સપાટી

વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં શેરબજારમાં જબરદસ્ત તેજી વચ્ચે નિફ્ટીમાં લગભગ 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને આ સમયગાળામાં  સેન્સેક્સે લગભગ 6.37 ટકાનું આકર્ષક રિટર્ન આપ્યું છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 4.10 ટકા વધ્યો છે. વર્ષ 2023 ના પ્રથમ છ મહિનામાં નિફ્ટી મિડકેપ 100(Nifty Midcap)  13.47 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 100નો સૂચકાંક 11.36 ટકા વધ્યો હતો. નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી ઓટોમાં સૌથી વધુ 20 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. આ બાદ નિફ્ટી FMCG માં 18 ટકાનો વધારો થયો હતો.

કિંમતી ધાતુએ કેટલું વળતર આપ્યું?

ભારતમાં સોનાના ભાવમાં વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પ્રતિ 10 ગ્રામ આશરે રૂ. 3,000નો વધારો થયો છે, જેમાં આ વર્ષે અત્યાર સુધીમાં 5.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. રશિયા-યુક્રેન તણાવ ની અસર પડી છે. આ ઉપરાંત  મોંઘવારી અને કેન્દ્રીય બેંકોની કડક નીતિ જેવા કારણોને કારણે સોનામાં તેજી જોવા મળી રહી છે. કેડિયા માને છે કે સોનાના ભાવ અસ્થિર રહેશે, પરંતુ ભૌગોલિક રાજકીય તણાવ, ભારતીય રૂપિયામાં ઉતાર -ચઢાવ  અને ભારતમાં આગામી સામાન્ય ચૂંટણીઓના અહેવાલ વચ્ચે તે વેગ પકડશે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

છેલ્લાં સત્રમાં સોના ચાંદીમાં સારી તેજી જોવા મળી હતી. સોનુ 58190.00  ઉપર બંધ થયું ત્યારે તેમાં 176.00 રૂપિયા મુજબ 0.30% વૃદ્ધિ નોંધાઈ હતી. ચાંદીની વાત કરીએતો શુક્રવારે કારોબારના અંતે આ ચળકતી ધાતુ  886.00 રૂપિયા અથવા 1.30% તેજી સાથે 69075.00 રૂપિયાની સપાટીએ કારોબાર પૂર્ણ કર્યો હતો.

આજે પણ કિંમતી ધાતુઓ સારી સ્થિતિમાં કારોબારની શરૂઆત કરે તેવા અનુમાન લગાવાઈ રહ્યા છે.

Next Article