Commodity Market Today : ટામેટા અને મરચાં પછી હવે આદુ મોંઘુ થયું, 1 કિલોના 400 રૂપિયા સુધી ભાવ ચૂકવવા લોકો મજબુર

|

Jul 22, 2023 | 6:37 AM

Commodity Market Today : આખા દેશમાં માત્ર ટામેટાં પર જ મોંઘવારીની અસર નથી પરંતુ હવે આદુ તેના કરતા પણ મોંઘુ થઈ ગયું છે. આદુનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. કર્ણાટકમાં લોકોને એક કિલો આદુ માટે 400 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે તો ગુજરાતમાં પણ ભાવ આસમાને છે.

Commodity Market Today : ટામેટા અને મરચાં પછી હવે આદુ મોંઘુ થયું, 1 કિલોના 400 રૂપિયા સુધી ભાવ ચૂકવવા લોકો મજબુર

Follow us on

Commodity Market Today : આખા દેશમાં માત્ર ટામેટાં પર જ મોંઘવારીની અસર નથી પરંતુ હવે આદુ તેના કરતા પણ મોંઘુ થઈ ગયું છે. આદુનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. કર્ણાટકમાં લોકોને એક કિલો આદુ માટે 400 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે તો ગુજરાતમાં પણ ભાવ આસમાને છે.

આ કારણે મસાલેદાર ભોજનના શોખીન લોકોનું બજેટ બગડી ગયું છે. ખાસ વાત એ છે કે કર્ણાટક દેશનું બીજું સૌથી મોટું આદુ ઉત્પાદક રાજ્ય છે. આમ છતાં ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. તે જ સમયે વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં તેની કિંમતો વધુ વધી શકે છે.

હાલમાં ઘણી જગ્યાએ છૂટક બજારમાં આદુ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યું છે. કર્ણાટક રાજ્ય રાયથા સંઘના મૈસૂર જિલ્લા એકમનું કહેવું છે કે રાજ્યમાં આદુની 60 કિલોની થેલી 11,000 રૂપિયામાં વેચાઈ રહી છે જ્યારે ગયા વર્ષ સુધી તેની કિંમત 2000 થી 3000 હજાર રૂપિયાની વચ્ચે હતી. આ જ કારણ છે કે જથ્થાબંધ બજારમાં ભાવ વધારાને કારણે છૂટક બજારમાં ભાવ આપોઆપ અનેક ગણો વધી ગયા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મોંઘવારી કેટલાક માટે આફતમાં અવસર

આદુના ભાવમાં વધારો મૈસૂર અને મલનાડ જિલ્લાના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહ્યો છે. અહીં ખેડૂતો આદુ વેચીને મોટી કમાણી કરી રહ્યા છે. આ બંને જિલ્લામાં ખેડૂતો મોટા પાયે આદુની ખેતી કરે છે. બીજી તરફ આદુ ઉત્પાદક હોસુર કુમાર કહે છે કે છેલ્લા એક દાયકામાં આદુના ભાવમાં આટલો મોટો ઉછાળો ક્યારેય નોંધાયો નથી. આ પોતે એક અભૂતપૂર્વ ઘટના છે.

ગુજરાતમાં ટામેટાં સહિતના શાકભાજી મોંઘા થયા

ખાસ વાત એ છે કે આદુની સાથે સાથે અન્ય અનેક શાકભાજી પણ મોંઘા થઈ ગયા છે. ધાણા જે 50 થી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા હતા તે હવે  પણ ખુબ મોંઘા થઈ ગયા છે. તે જ સમયે, 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટાની કિંમત હવે આખા દેશમાં 150 થી 250 રૂપિયા પ્રતિ કિલો છે. તેવી જ રીતે લીલા મરચા પણ રૂ.200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ જ કારણ છે કે દેશમાં આદુની સાથે લીલા શાકભાજીની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

Next Article