સપ્તાહનાના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર(Share Market) તેજી સાથે નવા રેકોર્ડ સ્તરે બંધ થયું. સેન્સેક્સે(Sensex) આજે 277 પોઈન્ટનો વધારો નોંધાવી 58129 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી(Nifty) 90 પોઈન્ટના વધારા સાથે 17323 ના સ્તર પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 58194 અને નિફ્ટી 17340 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો જે એક નવી ઓલટાઇમ હાઇ છે.
આજની તેજીમાં સૌથી મોટો ફાળો રિલાયન્સ(Reliance)નો હતો. રિલાયન્સના શેરમાં આજે 4.16 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને 2389 રૂપિયા પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન રિલાયન્સનો શેર 2395 ના સ્તરે પહોંચ્યો હતો જે તેની નવી ઓલટાઇમ હાઇ છે. અગાઉ રિલાયન્સની ઓલટાઇમ હાઇ 2369 રૂપિયા હતી જે 16 સપ્ટેમ્બર 2020 નું સ્તર હતું. રિલાયન્સનું માર્કેટ કેપ આજે 15.40 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું.
આ શેરમાં ખૂબ કમાણી દેખાઈ
રિલાયન્સ ઉપરાંત ટાઇટન, ટાટા સ્ટીલ, બજાજ ઓટો અને મારુતિના શેરમાં પણ આજે વધારો થયો અને તેના રોકાણકારોએ ઘણી કમાણી કરી છે. બીજી બાજુ ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC બેન્ક અને HDFC ના રોકાણકારોને આજે નુકસાન થયું છે. આજે શેરબજારનું માર્કેટ કેપ 254.17 લાખ કરોડ પર બંધ થયું જે ઓલટાઇમ હાઇ છે.
200 શેરોએ 52 અઠવાડિયાનો નવો રેકોર્ડ બનાવ્યો
એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ, ટાઇટન સહિત લગભગ 200 આવા શેરો છે જેણે 52 અઠવાડિયાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન, જૈન ઇરિગેશન સિસ્ટમ અને ટ્રાઇડન્ટ જેવા શેરો આજે BSE પર અપર સર્કિટમાં બંધ રહ્યા હતા. આઈટી, ફાર્મા અને મેટલ શેરોએ બજારને 58 હજારનું સ્તર બતાવવા,આ મોટો ફાળો આપ્યો છે.
તેજી યથાવત રહેવાની આશા
એક મીડિયા રિપરત અનુસાર ઇક્વિટી 99 ના રાહુલ શર્માએ જણાવ્યું હતું કે આવી તેજી બાદ બજારમાં કેટલાક કરેક્શન શક્ય છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ સ્ટોપલોસ મૂકવો પડશે. સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટના સંતોષ મીણા કહે છે કે બુલ રન હજુ આવવાના બાકી છે અને બહુ જલદી સેન્સેક્સ પણ 60 હજાર સુધી પહોંચી જશે. બજારમાં તેજીનું વલણ આગામી 2-3 વર્ષ સુધી ચાલુ રહેશે. આગળનો ટાર્ગેટ 58700 છે અને સપોર્ટ 57500 પર છે. જો તેના કરતા વધારે કરેક્શન આવે તો બજાર ફરી 56300-56000 ના સ્તરે ફરી તેજી તરફ જશે.
આ પણ વાંચો : Share Market : શરૂઆતી કારોબારમાં શેરબજારે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી , SENSEX 58000 ને પાર પહોંચ્યો
Published On - 4:54 pm, Fri, 3 September 21