Closing Bell: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારે દર્શાવ્યુ ગ્રીન સિગ્નલ, સેન્સેક્સ 364 પોઈન્ટ ઉછળ્યો

|

Oct 06, 2023 | 5:33 PM

Closing Bell: શુક્રવારે સેન્સેક્સ 364.06 પોઈન્ટ અથવા 0.55%ના વધારા સાથે 65,995.63 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 107.75 પોઈન્ટ અથવા 0.55%ના વધારા સાથે 19653 પર બંધ થયો હતો. શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 20 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. શુક્રવારે કંપનીનો શેર રૂ. 120.20ના વધારા સાથે રૂ.721.25 પર બંધ થયો હતો.

Closing Bell: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારે દર્શાવ્યુ ગ્રીન સિગ્નલ, સેન્સેક્સ 364 પોઈન્ટ ઉછળ્યો
Stock Market

Follow us on

અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. શુક્રવારે સેન્સેક્સ 364.06 પોઈન્ટ અથવા 0.55%ના વધારા સાથે 65,995.63 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 107.75 પોઈન્ટ અથવા 0.55%ના વધારા સાથે 19653 પર બંધ થયો હતો. શુક્રવારના ટ્રેડિંગ દરમિયાન, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 20 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. શુક્રવારે કંપનીનો શેર રૂ. 120.20ના વધારા સાથે રૂ.721.25 પર બંધ થયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં ₹2 લાખ કરોડનો વધારો થયો છે

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી આજે 6 ઑક્ટોબરે વધીને રૂ. 319.84 લાખ કરોડ થઈ છે, જે તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે ગુરુવાર, ઑક્ટોબર 5ના રોજ રૂ. 317.84 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

સેન્સેક્સના 5 સૌથી વધુ વધતા શેરો

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 23 શેર આજે તેજી સાથે બંધ થયા હતા. આમાં પણ બજાજ ફિનસર્વના શેરમાં સૌથી વધુ 5.86%નો વધારો થયો હતો. આ પછી બજાજ ફાઇનાન્સ, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેન્ક અને આઇટીસીના શેર આજે વધ્યા હતા અને 1.42% થી 3.83% સુધીના વધારા સાથે બંધ થયા હતા.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સેન્સેક્સના 5 સૌથી વધુ ઘટી રહેલા શેર

જ્યારે સેન્સેક્સના બાકીના 7 શેર આજે લાલ નિશાનમાં બંધ થયા હતા. તેમાંથી હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ના શેર 0.93 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર હતા. આ સિવાય એશિયન પેઇન્ટ્સ, ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને HDFC બેન્કના શેરમાં 0.11 ટકાથી 0.37 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

2,316 શેરમાં નોંધાયો ઉછાળો

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આજે ઉછાળા સાથે બંધ થતા શેરોની સંખ્યા વધુ હતી. એક્સચેન્જમાં આજે કુલ 3,800 શેરનું ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 2,316 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. 1,330 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 154 શેર કોઈ વધઘટ વગર સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય આજે ટ્રેડિંગ દરમિયાન 260 શેર તેમની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 23 શેર તેમની 52 સપ્તાહની નવી નીચી સપાટીએ પહોંચ્યા હતા.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article