CLOSING BELL: શેરબજારમાં 4 મે બાદ સૌથી મોટો ઘટાડો, સેન્સેક્સ 45,553 સુધી અને નિફટી 3 ટકા ગગડ્યો

આજે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો છે. સેન્સેક્સ બપોરે 1,600 પોઈન્ટના ઘટાડો દર્જ કરાવ્યો હતો.

CLOSING  BELL:  શેરબજારમાં 4 મે બાદ સૌથી મોટો ઘટાડો, સેન્સેક્સ 45,553 સુધી અને નિફટી 3 ટકા ગગડ્યો
શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે
| Edited By: | Updated on: Dec 21, 2020 | 4:32 PM

આજે સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો છે. સેન્સેક્સ બપોરે 1,600 પોઈન્ટના ઘટાડો દર્જ કરાવ્યો હતો. આ 4 મેના રોજ સેન્સેક્સ 2,002 પોઈન્ટ ગગડીને બંધ થયો હતો. તે સમયે ઈન્ડેક્સ 32,748 પોઈન્ટ પર ખુલ્યો અને 31,715 પોઈન્ટ પર બંધ રહ્યો. વૈશ્વિક સ્તરે કેટલાક દેશોમાં લોકડાઉન અને કોરોના કેસોમાં વધારાની અસર ભારતીય શેરબજાર પર પડી રહી છે.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

બજાર        સૂચકઆંક        ઘટાડો
સેન્સેક્સ   45,553.96     1,406.73(3.00%)
નિફટી     13,328.40      432.15 (3.14%)

 

આજના કારોબારના અંતે સેન્સેક્સ 1,407 અંક ઘટીને 45,554ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી 432 અંક ઘટીને 13,328ની સપાટીએ બંધ રહ્યો હતો. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 4.14 ટકા સુધી તૂટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.83 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 4.57 ટકા ઘટીને બંધ થયા છે.

 

આ પણ વાંચો: રાજયસભાની બંને બેઠકો પર અલગ-અલગ ચૂંટણી યોજાશે, કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ

 

બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1406.73 ઘટાડાની સાથે 45553.96ના સ્તર પર છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 432.10 અંક મુજબ 3.14 ટકા ઘટીને 13328.40ના સ્તર પર નોંધાયો છે. આજે બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ઑટો, પીએસયુ બેન્ક, ફાર્મા, આઈટી, મેટલ, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં 1.54 ટકા સુધીનું વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બેન્ક નિફ્ટી 4.10 ટકાના ઘટાડાની સાથે 29,456.45ના સ્તર પર બંધ થયા છે.

 

આજના કારોબારની હાઈલાઈટ્સ આ મુજબ રહી હતી

  • આજે BSEની માર્કેટ કેપ રૂ. 6.78 લાખ કરોડનો ઘટાડા સાથે 179 લાખ કરોડ નોંધાઈ.
  • BSEમાં કુલ 3,192 કંપનીઓએ વેપાર થયો હતો.
  • 2,433 કંપનીઓના શેર્સ ઘટ્યા અને 591 કંપનીઓના શેર્સ વધ્યા છે.
  • 224 કંપનીઓના શેરો 52 સપ્તાહની ઉપરના અને 49 શેરો નીચા સ્તરે બંધ થયા છે.
  • 506 કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ હતી.