Closing Bell: આજે એટલે કે મંગળવારે ભારતીય શેરબજાર (Stock Market) ઘટાડા સાથે બંધ થયા છે. બજારની શરૂઆતથી જ મંદી જોવા મળી રહી હતી. ટ્રેડિંગ દરમિયાન બંને બજાર સૂચકાંકો સેન્સેક્સ (Sensex) અને નિફ્ટીમાં (Nifty) લગભગ અડધા ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે સેન્સેક્સ 316.31 પોઈન્ટ અને નિફ્ટી 109.50 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા હતા. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન 1816 શેરમાં ખરીદારી અને 1817 શેરમાં વેચવાલી જોવા મળી હતી.
એશિયન બજારોમાં ઘટાડો અને US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાની ચિંતાને કારણે વિદેશી રોકાણકારો દ્વારા ઇક્વિટીમાં વેચાણ જોવા મળ્યું હતું. આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 411 પોઈન્ટ ઘટીને 65,416 પર પહોંચ્યો હતો અને નિફ્ટી 50 19,500 પર રહ્યો હતો. અંતે સેન્સેક્સ 316 પોઈન્ટ ઘટીને 65,512 પર બંધ રહ્યો અને નિફ્ટી 109 પોઈન્ટ ઘટીને 19,528 પર સેટલ થયો હતો.
FMCG, ઓટો, પાવર, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ 0.5-1 ટકા ઘટ્યા હતા, જ્યારે PSU બેન્ક ઇન્ડેક્સ 2.3 ટકા અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1 ટકા વધ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સમાં ફેરફાર જોવા મળ્યો ન હહતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.6 ટકા વધ્યો હતો. આજે સેન્સેક્સ 65,813 પર ખુલ્યો હતો. તે પછી ઘટીને 65,344 થયો હતો.
મારુતિ, NTPC, ટાટા મોટર્સ, JSW સ્ટીલ, રિલાયન્સ, ICICI બેંક, HDFC બેંક, M&M, ITC, ટાટા સ્ટીલ, નેસ્લે ઈન્ડિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. બજાજ ફાઇનાન્સ, ટાઇટન, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા હતા. નિફ્ટીમાં ONGC, આઈશર મોટર્સ, હિન્દાલ્કો, મારુતિ, ડો. રેડ્ડી ટોપ લૂઝર બન્યા, જ્યારે બજાજ ફાઇનાન્સ, ટાઇટન અને બજાજ ફિનસર્વ તેજીમાં રહ્યા હતા.
આજે JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં મજબૂત લિસ્ટિંગ થયું હતું. IPO કિંમતની સરખામણીમાં શેર 24 રૂપિયા વધીને 143 પર લિસ્ટ થયો હતો. કંપનીએ ઈશ્યૂની કિંમત પ્રતિ શેર 113-119 રૂપિયા રાખી હતી. IPO માં રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીનો IPO દ્વારા 2800 કરોડ એકત્ર કરવાનો પ્લાન છે.