CLOSING BELL : સેન્સેક્સમાં 223 અંક ઉછા ળો, નિફ્ટી 13740 ઉપર બંધ થયો

|

Dec 17, 2020 | 4:54 PM

ભારતીય શેર બજાર મોટા વિદેશી મૂડીરોકાણને કારણે વિક્રમી વધુ એક વખત સપાટીએ પહોંચી ગયું છે. આજે બીએસઈ સેન્સેક્સ 223.88 પોઇન્ટ વધીને 46,890.34 ના સ્તરે બંધ રહ્યો હતો. અનુમાન લગાવાઈ રહ્યો છે કે જે પ્રકારે બજાર ગતિ કરી રહ્યું છે તે જોતા ચાલુ સપ્તાહે જ ઇન્ડેક્સ 47 હજારની રેકોર્ડ સપાટીને સ્પર્સશે. આજના બજારને બજાજ, એચડીએફસી, ટીસીએસ […]

CLOSING BELL :  સેન્સેક્સમાં 223 અંક ઉછા ળો, નિફ્ટી 13740 ઉપર બંધ થયો

Follow us on

ભારતીય શેર બજાર મોટા વિદેશી મૂડીરોકાણને કારણે વિક્રમી વધુ એક વખત સપાટીએ પહોંચી ગયું છે. આજે બીએસઈ સેન્સેક્સ 223.88 પોઇન્ટ વધીને 46,890.34 ના સ્તરે બંધ રહ્યો હતો. અનુમાન લગાવાઈ રહ્યો છે કે જે પ્રકારે બજાર ગતિ કરી રહ્યું છે તે જોતા ચાલુ સપ્તાહે જ ઇન્ડેક્સ 47 હજારની રેકોર્ડ સપાટીને સ્પર્સશે. આજના બજારને બજાજ, એચડીએફસી, ટીસીએસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરએ લીડ કર્યું હતું.

The Nifty index set a new record today

નિફ્ટી ઇન્ડેક્સ 58 અંક વધીને 13,740.70 ની સપાટીએ બંધ રહ્યો છે. સૂચકાંકે આજે એક નવો રેકોર્ડ બનાવ્યો અને 13,773.25 ની ઓલ-ટાઇમ હાઇને સ્પર્શ કર્યો હતો. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ રૂ. 185.21 લાખ કરોડને પાર કરી ગઈ છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.13 ટકા ઘટીને 17,864.06 ના સ્તર પર જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.23 ટકાની નબળાઈની સાથે 17,811.30 પર બંધ થયા છે.બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 223.88 અંકની મજબૂતીની સાથે 46890.34 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 58 અંક વધારાની સાથે 13740.70 ના સ્તર પર બંધ થયા છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

બજાર           સૂચકઆંક             વૃદ્ધિ
સેન્સેક્સ         46,890.34       +223.88 (0.48%)
નિફટી             13,740.70      +58.00 (0.42%)

 

Next Article