
ગઈકાલે શેરબજારમાં કડાકા બાદ આજ કારોબારમા બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. સ્વાર્થી બજારમાં મજબૂતી નજરે પડતી હતી જે આખા સત્ર દરમ્યાન જળવાઈ રહી હતી. સપ્તાહના છેલ્લા દિવસે કારોબાર બંધ થયો ત્યારે નિફ્ટી 11760 જ્યારે સેન્સેક્સ 39982 પર બંધ થયા.
આજના કારોબારમાં નિફ્ટીએ 11,789.75 અને સેન્સેક્સ 40,125.71 મહત્તમ સપાટી નોંધાવી હતી. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ અને ઑટો શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 2.00 ટકાના વધારાની સાથે 23,533.25 ના સ્તર પર બંધ થયા છે.
આજે શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર સૂચકઆંક સ્થિતિ
સેન્સેકસ 39,982.98 +254.57 (0.64%)
નિફટી 11,762.45 +82.10 (0.70%)
આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, બીપીસીએલ, હિંડાલ્કો, ડિવિઝ લેબ અને એચડીએફસી બેન્ક 6.69-2.84 ટકા સુધી વધીને બંધ થયો છે. યુપીએલ, એચસીએલ ટેક, એમએન્ડએમ, એશિયન પેંટ્સ, રિલાયન્સ, નેસ્લે ઈન્ડિયા અને સન ફાર્મા 0.82-7.73 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
આજના ટોપ ગેઈનર્સ
કંપની છેલ્લો ભાવ વૃદ્ધિ ટકામાં
JSW સ્ટીલ 311.05 6.69
ટાટા સ્ટીલ 394.00 5.38
BPCL 340.85 4.35
હિન્ડાલ્કો 180.00 3.66
ડીવીજ લેબ 3,224.50 3.64
આજના ટોપ લૂઝર્સ
કંપની છેલ્લો ભાવ નુકશાન ટકામાં
UPL 467.40 7.73
HCT ટેક 830.05 3.48
મહિન્દ્રા & મહિન્દ્રા 606.00 1.83
એશિયન પેઇન્ટ્સ 2,064.00 1.27
RIL 2,178.65 1.26
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 4:57 pm, Fri, 16 October 20