ભારતીય શેરબજારમાં તેજી યથાવત , સેન્સેક્સ ૪૪૮ અને નિફ્ટી ૧૧૦ અંક વધ્યા

|

Oct 19, 2020 | 5:53 PM

એક દિવસના અવરોધ બાદ ફરી ભારતીય શેરબજારોએ પ્રગતિ આગળ વધારી છે. આજના કારોબારી સત્રમાં ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 11,873.05 ની ઊપર બંધ થયા. જ્યારે સેન્સેક્સે 40,431.60 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,898.25 સુધી પહોંચી તો સેન્સેક્સ 40,519.48 સુધી પહોંચ્યો. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ […]

ભારતીય શેરબજારમાં તેજી યથાવત , સેન્સેક્સ ૪૪૮ અને નિફ્ટી ૧૧૦ અંક વધ્યા

Follow us on

એક દિવસના અવરોધ બાદ ફરી ભારતીય શેરબજારોએ પ્રગતિ આગળ વધારી છે. આજના કારોબારી સત્રમાં ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 11,873.05 ની ઊપર બંધ થયા. જ્યારે સેન્સેક્સે 40,431.60 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,898.25 સુધી પહોંચી તો સેન્સેક્સ 40,519.48 સુધી પહોંચ્યો. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.58 ટકા વધીને 14,705.85 ના સ્તર પર બંધ થયા. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.43 ટકાની મજબૂતીની સાથે 14,850.88 પર બંધ થયા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી. જ્યારે ફાર્મા, આઇટી અને ઑટો શેરોમાં દબાણ જોવા મળ્યુ. દિગ્ગજ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, ગેલ, એક્સિસ બેન્ક, એસબીઆઈ અને આઈઓસી વધ્યા છે. જોકે દિગ્ગજ શેરોમાં ડિવિઝ લેબ, આઈશર મોટર્સ, હિરો મોટોકૉર્પ, સિપ્લા, બજાજ ઑટો અને ટીસીએસ ઘટીને બંધ થયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article