બુધવાર સવારથી દેશભરમાં રહેલ ચાઈનીઝ મોબાઈલ કંપનીઓની ઓફિસો પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર સહિત અનેક શહેરોમાં સવારે 9 વાગ્યાથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા મંગળવારે સમાચાર આવ્યા હતા કે નેપાળે ઘણી ચીની કંપનીઓને બ્લેકલિસ્ટ પણ કરી દીધી છે.
મોબાઈલ કંપની Oppo ગ્રુપ અને Xiaomi વિરૂદ્ધ આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઓપ્પો ગ્રુપ સાથે સંકળાયેલા ઘણા વરિષ્ઠ અધિકારીઓ, નિર્દેશકો, સીએફઓ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર દરોડા
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા દિલ્હી-એનસીઆરના રેવાડીના ગુડગાંવમાં થઈ રહ્યા છે. દિલ્હી યુનિટ અને બેંગ્લોર યુનિટ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.
નેપાળમાં પણ ચીની કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે
નેપાળના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ચીનની કેટલી કંપનીઓ ભારતમાં બિઝનેસ કરે છે?
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં ચીનની 80 કંપનીઓ દેશમાં સક્રિય રીતે બિઝનેસ કરી રહી છે. ભારતમાં 92 ચીની કંપનીઓ નોંધાયેલી છે, જેમાંથી 80 એવી કંપનીઓ છે જે ‘સક્રિયપણે’ બિઝનેસ કરી રહી છે.
ચીન સમર્થિત ત્રણ અલગ-અલગ કંપનીઓ – ચાઈના સીએમસી એન્જિનિયરિંગ કંપની, નોર્થવેસ્ટ સિવિલ એવિએશન એરપોર્ટ કન્સ્ટ્રક્શન ગ્રૂપ અને ચાઈના હાર્બર એન્જિનિયરિંગ કંપની – વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતાં તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.
એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ચીની કંપનીઓ પર શેલ કંપનીઓ દ્વારા કરચોરીનો આરોપ છે, જેની વિભાગ તપાસ કરી રહ્યો છે.
આ પણ વાંચો : ઓમિક્રોનના ભય વચ્ચે દક્ષિણ આફ્રિકામાં રાહતના સમાચાર, સંક્રમણના કેસ 40 ટકા ઘટ્યા, સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે
આ પણ વાંચો : Kangana Ranaut Controversy : કંગના રનૌતે શીખ સમુદાય વિરુદ્ધ કરેલી ટિપ્પણી મામલે આજે મુંબઈ પોલીસ સામે થશે હાજર
Published On - 12:16 pm, Wed, 22 December 21