Anti Espionage Law: ચીનનો નવો કાયદો વિદેશી કંપનીઓ માટે ઊભી કરશે મુશ્કેલી, અનેક કંપની છોડી શકે છે ચાઈના

|

Jul 03, 2023 | 5:10 PM

કાયદા અનુસાર, ચીન આવીને જાસૂસીની શંકાથી સંબંધિત કોઈપણ દસ્તાવેજો, ડેટા, સામગ્રી અને લેખોની તપાસ કરી શકે છે. આની સીધી અસર ચીનની અર્થવ્યવસ્થા પર પડશે અને ઘણી કંપનીઓ અન્ય દેશોમાં શિફ્ટ થવા લાગશે

Anti Espionage Law: ચીનનો નવો કાયદો વિદેશી કંપનીઓ માટે ઊભી કરશે મુશ્કેલી, અનેક કંપની છોડી શકે છે ચાઈના
Image Credit source: Google

Follow us on

China: ચીને હાલમાં જ એક નવો જાસૂસી વિરોધી કાયદો લાગુ કર્યો છે. આ કાયદાના અમલથી વિદેશી કંપનીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. ચીનનું કહેવું છે કે આ નવા કાયદાથી તે પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરશે. જણાવી દઈએ કે, ચીનની સરકાર વર્ષ 2014માં આ કાયદો લાવી હતી. જોકે હવે તેનો અમલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમેરિકા સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન!, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ જણાવ્યો સૌથી મોટો ખતરો

જ્યારથી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી વિદેશી કંપનીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ કાયદાથી ચીનને હવે જાસૂસો પર નજર રાખવાની પરવાનગી મળી ગઈ છે. કાયદા અનુસાર, ચીન જાસૂસીની શંકાથી સંબંધિત કોઈપણ દસ્તાવેજો, ડેટા, સામગ્રી અને લેખોની તપાસ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

વિદેશી કંપનીઓએ ચિંતા વ્યક્ત કરી

નવા જાસૂસી કાયદાથી ચીન જાસૂસો પર કડક નજર રાખશે. બીજી તરફ જો તેને કોઈ શંકા હોય તો તે તેની સાથે જોડાયેલી બાબતોની પણ તપાસ કરી શકે છે. આ કારણે ચીનમાં કારોબાર કરતી લાખો કંપનીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેનો વિરોધ પણ કર્યો છે. તેમનું કહેવું છે કે અમેરિકા અને ચીન વચ્ચે પહેલેથી જ તણાવનું વાતાવરણ ચાલી રહ્યું છે. જેના કારણે વાતાવરણ પણ ખરાબ છે. હવે આ કાયદો લાગુ થવાથી બિઝનેસ કરવા માટેનું વાતાવરણ પણ બગડશે.

ચીન પરનો વિશ્વાસ ડગમગી જશે

ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે ચીનમાં કાયદાના અમલને કારણે વિદેશી કંપનીઓ માટે તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. આની સીધી અસર ચીનની અર્થવ્યવસ્થા પર પડશે અને ઘણી કંપનીઓ અન્ય દેશોમાં શિફ્ટ થવા લાગશે. એક ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ, યુરોપિયન યુનિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જેન્સ એસ્કેલન્ડે કહ્યું કે આપણે બીજું શું પાલન કરવાનું છે, સ્ટેટનું સીક્રેટ શું છે, આપણી પાસે કંઈ માહિતી ન હોવી જોઈએ? આ બધી બાબતો અમારે જાણવી જોઈએ.

મહત્વનું છે કે હાલ ચાઈનાથી અનેક કંપનીઓ ભારત તરફ જોઈ રહી છે અને આ કાયદાથી ભારતને પણ ફાયદો થઈ શકે તેવું અનુમાન છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:07 pm, Mon, 3 July 23

Next Article