ચીનનું અલીબાબા જૂથ વિશ્વનો સૌથી મોટો IPO લાવશે, એન્ટ ગૃપનો IPO 35 અબજ ડોલર એટલે 2.56 લાખ કરોડ રૂપિયાનો રહેશે

ચીની કંપની વિશ્વનો સૌથી મોટો IPO લાવી રહી છે. આ IPO નું કદ એટલું મોટું છે કે ભારતમાં ૫ વર્ષમાં આવેલા IPOના કુલ રોકાણ બરાબર તે માનવામાં આવી રહ્યો છે. વિશ્વના અમીરોની યાદીમાં ગણના પ્રાપ્ત જેકમાં એન્ટ ગ્રુપનો IPO લાવી રહ્યા છે. આ IPO  અધધ કહી શકાય તેવા 35 અબજ ડોલર અથવા 2.56 લાખ કરોડ […]

ચીનનું અલીબાબા જૂથ વિશ્વનો સૌથી મોટો IPO લાવશે, એન્ટ ગૃપનો IPO 35 અબજ ડોલર એટલે 2.56 લાખ કરોડ રૂપિયાનો રહેશે
| Edited By: | Updated on: Oct 19, 2020 | 1:22 PM

ચીની કંપની વિશ્વનો સૌથી મોટો IPO લાવી રહી છે. આ IPO નું કદ એટલું મોટું છે કે ભારતમાં ૫ વર્ષમાં આવેલા IPOના કુલ રોકાણ બરાબર તે માનવામાં આવી રહ્યો છે. વિશ્વના અમીરોની યાદીમાં ગણના પ્રાપ્ત જેકમાં એન્ટ ગ્રુપનો IPO લાવી રહ્યા છે. આ IPO  અધધ કહી શકાય તેવા 35 અબજ ડોલર અથવા 2.56 લાખ કરોડ રૂપિયાનો છે. એન્ટ ગ્રુપ વર્લ્ડ લીડર ઈ કોમર્સ કંપની અલીબાબાની સંલગ્ન કંપની છે.

એન્ટ ગ્રૂપની IPOની  પ્રારંભિક પબ્લિક ઓફર હોંગકોંગ અને શાંઘાઈ સ્ટોક એક્સચેંજમાં આવી રહી છે બાર્કલેઝ, આઈસીબીસી ઇન્ટરનેશનલ અને બેંક ઓફ ચાઇના ઇન્ટરનેશનલ તેના બુક-રનર્સ છે. હોંગકોંગ સીઆઈસીસી, સિટી ગ્રુપ, જેપી મોર્ગન અને મોર્ગન સ્ટેનલી તેને સ્પોન્સર કરે છે એ જ રીતે, શાંઘાઈમાં સીઆઈસીસી અને ચાઇના સિક્યોરિટીઝ તેના પ્રાયોજક છે.ચીની અબજોપતિ જેક મા દ્વારા અલીબાબાની એફિલિએટ એન્ટ ગ્રુપ વિશ્વની સૌથી મૂલ્યવાન ફિન્ટેક કંપની છે અને તેનું મૂલ્યાંકન 250 બિલિયન સુધી લઈ જવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે જૂનમાં 150 અબજ ડોલરની માર્કેટ કેપિટલ પહોંચી અને  પહેલી અને એકમાત્ર ભારતીય કંપની છે. એન્ટ ગ્રુપ  35 અબજ ડોલર એકત્ર કરવાની આશા રાખે છે. આ આઈપીઓ વિશ્વનો સૌથી મોટો માનવામાં આવે છે. ચીન અને યુ.એસ.માં વધી રહેલા તનાવને કારણે એન્ટ એન્ટ ગ્રૂપનો આઈપીઓ ન્યૂયોર્કમાં લિસ્ટેડ થશે નહીં. અમેરિકા એન્ટને ટ્રેડ બ્લેકલિસ્ટમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે.

IPO નો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ચીની રોકાણકારો નવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. પાંચ ફંડ્સની રચના કરવામાં આવી છે જે બે અઠવાડિયાના સબ્સ્ક્રિપ્શન પિરિયડમાં  8.૮  અબજ ડોલરના ભંડોળનું લક્ષ્યાંક રખાયું છે.  અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તનાવના કારણે અમેરિકી રોકાણકારોને આઈપીઓમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યા છે. અમેરિકાની ચૂંટણીની સ્થિતિ ઉપર ચીન નજર રાખી રહ્યું છે અને તેના કારણે IPO માં વિલંબ પણ થયો છે.

અત્યાર સુધીના સૌથી મોટા IPO

ભંડોળ                                      કંપની                                                      દેશ

( અબજ ડોલરમાં )

૨૯.૪                         સાઉદી અરામ્કો                                             સાઉદી અરબ
૨૫                          અલીબાબા                                                       ચીન
૨૨.૧                        એગ્રિકલ્ચર બેન્ક ઓફ ચાઇના                           ચીન
૨૧.૯                           આઇસીબીસી                                                 ચીન
૨૦.૫                           એઆઇએ                                                   હોંગકોંગ
૨૦.૧                             જનરલ મોટર્સ                                            અમેરિકા
૧૮.૪                           ડોકોમો                                                       જાપાન
૧૭.૮                          વિઝા                                                          અમેરિકા
૧૭.૪                         એનેલ                                                            ઇટાલી
૧૬.૦                           ફેસબૂક                                                         અમેરિકા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો