Children Savings Plan: બાળક પરિવારમાં ઘણી ખુશીઓ લાવે છે. જે ક્ષણે આપણે માતાપિતા બનીએ છીએ તે પૂર્ણતાની અનુભૂતિ આપે છે. આપણે એ પણ જાણીએ છીએ કે બાળક પોતાની સાથે ઘણી બધી જવાબદારીઓ લઈને આવે છે. તેના સારા ઉછેર, તેના સ્વાસ્થ્યની સંભાળ અને સારા શિક્ષણ સાથે તેના બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવાની આપણી જવાબદારી બને છે.
વધતી જતી મોંઘવારી, સામાજિક માળખું અને ન્યુક્લિયર ફેમિલી કલ્ચરના કારણે બાળકોની જવાબદારી હવે કોઈપણ માતા-પિતાના શિરે વધુ છે તેથી જ બાળકનો જન્મ થતાં જ તે દીકરી હોય કે દીકરો આપણે તેના ભવિષ્ય માટે પ્લાનિંગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
દરેક માતા-પિતા પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અલગ-અલગ જગ્યાએ રોકાણ કરવા માંગે છે પરંતુ યોગ્ય રોકાણ યોજના પસંદ કરવી એ પણ એક પડકારથી ઓછું નથી.આવા સમયે નાણાકીય સલાહકાર મમતા ગોડિયાલ બાળદિન ના સમયે માતાપિતા તરીકે આપણી પાસે બચતના કયા વિકલ્પો છે તે જણાવ્યા છે. મમતા કહે છે કે આપણે બાળકની જરૂરિયાત મુજબ બચત યોજના પસંદ કરવી પડશે.
Guaranteed Funds
જેમ આ નામ સૂચવે છે તેમ મુદ્દલ સ્વરૂપે રોકાણ કરવાનો આ સૌથી સુરક્ષિત વિકલ્પ છે અને વળતર સુરક્ષિત રહે છે. આ રોકાણની સૌથી લોકપ્રિય અને પરંપરાગત પદ્ધતિ છે કારણ કે આમાં આપણે જાણીએ છીએ કે મેચ્યોરિટી પર કેટલા પૈસા મળશે.માત્ર 500 રૂપિયાની બચત કરીને ગૃહિણીઓ પણ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે છે
જો કે, એ જાણવું અગત્યનું છે કે કોઈ ગેરેન્ટેડ ફંડ મોંઘવારીને હરાવી શકતું નથી. તેનો ઉપયોગ ફક્ત તાત્કાલિક અથવા ટૂંકા ગાળાના લક્ષ્યોના કિસ્સામાં થવો જોઈએ. એ નોંધવું અગત્યનું છે કે લાંબા સમય સુધી લૉક-ઇન પીરિયડ સાથે આવતા કેટલાક ફંડનો ઉપયોગ મધ્યમ ગાળાના અથવા લાંબા ગાળાના ધ્યેયો માટે થઈ શકે છે.
Guaranteed Funds માં આ યોજનાઓનો સમાવેશ થાય છે
Non-Guaranteed Funds
અહીં તમારી મુદ્દલ અને વ્યાજ બંને જોખમમાં છે પરંતુ આપણે જાણીએ છીએ કે મોટું જોખમ મોટા વળતર સાથે આવે છે. જો તમે લાંબા સમય સુધી રોકાણ કરવા માટે તૈયાર છો અને જોખમ લઈ શકો છો તો તમે ઈક્વિટી અને અન્ય યોજનામાં રોકાણ કરી શકો છો. ઇક્વિટીમાં રોકાણ બજારની અસ્થિરતાને આધીન છે પરંતુ તેમાં ઊંચા વળતરની સંભાવના છે. યાદ રાખો કે ગેરંટી વગરના ફંડમાં મોંઘવારી સામે લડવાની ક્ષમતા હોય છે.
Non-Guaranteed Funds માં આ યોજનાઓનો સમાવેશ થાય છે
રોકાણ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
ધ્યાનમાં રાખો કે કોઈ એક રોકાણ અથવા એક પદ્ધતિ તમારા બાળકની ભાવિ જરૂરિયાતોને પૂરી કરી શકતી નથી. તેથી લક્ષ્યો રાખવા અને તેમને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ધ્યેયોમાં વિભાજિત કરવું મહત્વપૂર્ણ છે. મમતા ગોડિયાલ કહે છે કે નાણાકીય સલાહકાર હોવાને કારણે તે પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવાનું સૂચન કરે છે. તમે ગેરેંટીડ અને નોન ગેરટેનટિડ યોજનાનું સંયોજન કરી શકો છો. તમારા પોર્ટફોલિયોની વારંવાર સમીક્ષા કરો.
આ પણ વાંચો : IPO: શું વારંવાર પ્રયાસ કરવા છતાં શેર્સ નથી મળતા? આ ટિપ્સ અનુસરો શેર મળવાની શક્યતાઓ બમણી થશે
Published On - 9:55 am, Sun, 14 November 21