TV9 GUJARATI | Edited By: Ankit Modi
Dec 30, 2021 | 9:09 AM
નવું વર્ષ એટલે કે 2022 ઘણા ફેરફારો સાથે લાવવાનુંછે. આ ફેરફારોની અસર તમારા જીવન પર પણ પડશે. 1 જાન્યુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવા અને કપડાં અને ફૂટવેર ખરીદવા મોંઘા થઈ જશે. અમે તમને 1લી જાન્યુઆરીથી 5 ફેરફારો વિશે જણાવી રહ્યાં છીએ.
ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે : RBIએ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર લાદવામાં આવતા ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. બેંકો હાલમાં ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરે છે. તેમાં ટેક્સનો સમાવેશ થતો નથી. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, બેંકો તેમના ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શનને બદલે 21 રૂપિયા ચાર્જ કરી શકશે. તેમાં ટેક્સનો પણ સમાવેશ થતો નથી. આ નિયમ 1 જાન્યુઆરી, 2022 થી અમલમાં આવશે.
symbolic image
કપડાં અને ફૂટવેર ખરીદવા તો મુસાફરી મોંઘા થશે : 1 જાન્યુઆરીથી કપડાં અને ફૂટવેર પર 12% GST લાગશે. ભારત સરકારે કાપડ, રેડીમેડ અને ફૂટવેર પર GST 7% વધાર્યો છે. આ સિવાય ઓનલાઈન ઓટો રિક્ષા બુકિંગ પર 5% GST લાગશે. એટલે કે ઓલા ઉબેર જેવા એપ આધારિત કેબ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મ પરથી ઓટો રિક્ષા બુક કરાવવી હવે મોંઘી થઈ જશે.
15 થી 18 વર્ષના બાળકો રસી માટે નોંધણી શરૂ થશે : જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી દેશમાં 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોના સામે રસી આપવામાં આવશે. આ માટે 1 જાન્યુઆરીથી કોવિન એપ પર નોંધણી કરાવી શકાશે. નોંધણી માટે ધોરણ ૧૦ નું આઈડી કાર્ડ પણ ઓળખ પુરાવા તરીકે ગણવામાં આવશે.
કાર ખરીદવી મોંઘી થશે : નવા વર્ષમાં તમારે મારુતિ સુઝુકી, રેનો, હોન્ડા, ટોયોટા અને સ્કોડા સહિત લગભગ તમામ કાર કંપનીઓની કાર ખરીદવા માટે વધુ ચૂકવણી કરવી પડશે. ટાટા મોટર્સ 1 જાન્યુઆરી, 2022થી કોમર્શિયલ વાહનોના ભાવમાં 2.5% વધારો કરશે.
Published On - 9:08 am, Thu, 30 December 21