ચાલબાઝ ચીનનો ગ્રોથ રેટ કડડભૂસ : આર્થિક વિકાસ દર 7.9% થી સરકીને 4.9% થયો, જાણો કેમ સર્જાઈ ચિંતાજનક સ્થિતિ

|

Oct 18, 2021 | 9:19 AM

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ચીનની અર્થવ્યવસ્થામાં 18.30 ટકાનો વધારો થયો હતો. રોઇટર્સના એક સર્વેમાં અનુમાન કરવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો વિકાસ દર 5.2 ટકા રહેશે.

ચાલબાઝ ચીનનો ગ્રોથ રેટ કડડભૂસ : આર્થિક વિકાસ દર 7.9% થી સરકીને 4.9% થયો, જાણો કેમ સર્જાઈ ચિંતાજનક સ્થિતિ
Xi Jinping - President of China

Follow us on

ચાલબાઝ ચીન અવનવા હથકંડા અપનાવી પાડોશી દેશોને પરેશાન કરે છે અને કારોબારી કબ્જો જમાવી રાખવા પ્રયાસ કરે છે. હાલના સમયમાં ચીન તેના ઘરેલુ મોરચે પરાસ્ત થયું છે. ચીનનો વિકાસ ચિંતાજનક સ્તરે તૂટ્યો છે જેની અસર તેની અર્થવ્યવસ્થા ઉપર ગંભીર સ્તરે જોવા મળશે.

વીજ સંકટ, સપ્લાય ચેઇનમાં નબળાઇ અને કોરોનાની નવી લહેરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીની અર્થવ્યવસ્થાને ભારે ફટકો માર્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો આર્થિક વિકાસ દર માત્ર 4.9 ટકા હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વિકાસ દર 7.9 ટકા હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિ દર સપ્ટેમ્બર 2020 પછી સૌથી નીચો રહ્યો છે.

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ચીનની અર્થવ્યવસ્થામાં 18.30 ટકાનો વધારો થયો હતો. રોઇટર્સના એક સર્વેમાં અનુમાન કરવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો વિકાસ દર 5.2 ટકા રહેશે. ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ચોક્કસપણે સુધારો છે પરંતુ પાવર કટોકટી સહિત અન્ય ઘણા પરિબળોને કારણે વૃદ્ધિની ગતિ સતત નબળી પડી રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચીનમાં પ્રોપર્ટી બબલનું જોખમ
કોરોના મહામારી વચ્ચે ચીનમાં પ્રોપર્ટી બબલની પણ ચર્ચા થઈ રહી છે. ચાઇના એવરગ્રાન્ડ ગ્રુપ પર 300 અબજ ડોલરનું ભારે દેવું છે. આ કંપની નાદારીના આરે છે. જો આવું થશે તો તેની પ્રોપર્ટી માર્કેટ તેમજ બેંકિંગ સેક્ટર પર ખરાબ અસર પડશે. વૈશ્વિક અર્થતંત્ર પર ચીનમાં આ ઘટનાની અસર સ્પષ્ટ દેખાશે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં RRR માં ફેરફાર થવાની ધારણા નથી
રોઇટર્સનો અંદાજ છે કે પીપલ્સ બેન્ક ઓફ ચાઇના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રિઝર્વ રીકયોરમેન્ટ રેશિયો (RRR) બદલશે નહીં. એક અંદાજ મુજબ ત્યાંની કેન્દ્રીય બેંક જાન્યુઆરી-માર્ચ 2022 ક્વાર્ટરમાં RRR માં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે.

અર્થતંત્રના અન્ય પરિબળોની સ્થિતિ
અર્થતંત્રની બીજી બાજુની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન 3.1 ટકાના વાર્ષિક દરે વધ્યું હતું. તે અપેક્ષા કરતા નબળી હતી. ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન 5.3 ટકા હતું. ઓગસ્ટમાં છૂટક વેચાણ 4.4 ટકા વધીને માત્ર 2.5 ટકા થયું છે.

ભારતમાં કોલસાની અછત વચ્ચે વીજમાંગમાં સુધારો
ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં દેશમાં વીજ વપરાશ 3.35 ટકા વધીને 57.22 અબજ યુનિટ થયો છે. આ માહિતી પાવર મંત્રાલયના ડેટામાં મળી છે. આ આંકડા દર્શાવે છે કે કોલસાની અછત વચ્ચે દેશમાં વીજળીની માંગ સુધરી રહી છે.ડેટા અનુસાર ગયા વર્ષે 1 થી 15 ઓક્ટોબર દરમિયાન વીજ વપરાશ 55.36 અબજ યુનિટ હતો. દેશના પાવર પ્લાન્ટમાં કોલસાની કટોકટી વચ્ચે 15 ઓક્ટોબરના વ્યસ્ત કલાકોમાં વીજળીની અછત ઘટીને 986 મેગાવોટ થઈ ગઈ હતી. 7 ઓક્ટોબરે વીજળીની અછત 11,626 મેગાવોટ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે 11,626 મેગાવોટનો ઘટાડો આ મહિનાના પ્રથમ પખવાડિયામાં સૌથી વધુ આંકડો છે.

આ પણ વાંચો : TCS Smart Hiring Program અંતર્ગત 78000 ફ્રેશર્સની ભરતી કરશે, જાણો નોકરી માટે જરૂરી યોગ્યતા અને અરજી કરવાની રીત

આ પણ વાંચો : દેશમાં આજથી ફ્લાઈટ્સ સંપૂર્ણ ક્ષમતા સાથે ઉડશે, હવાઈ યાત્રા અંગેના પ્રતિબંધ યથાવત રહેશે

Next Article