Auto Expo 2023: ટાટા ગ્રુપ ઈલેક્ટ્રિક વ્હીકલ કેટેગરીમાં કરશે મોટુ રોકાણ, ચેરમેન ચંદ્રશેખરને જણાવ્યો પુરો પ્લાન

|

Jan 11, 2023 | 10:57 PM

ચંદ્રશેખરને કહ્યું કે અમે આ ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ, જેથી અમે ના માત્ર ઈલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તનને ઝડપી કરી શકીએ પણ ગ્રાહકોને વિશ્વ સ્તરીય ઉત્પાદન આપી શકીએ.

Auto Expo 2023: ટાટા ગ્રુપ ઈલેક્ટ્રિક વ્હીકલ કેટેગરીમાં કરશે મોટુ રોકાણ, ચેરમેન ચંદ્રશેખરને જણાવ્યો પુરો પ્લાન
N Chandrasekaran
Image Credit source: File Image

Follow us on

ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું કે આવનારા સમયમાં દેશમાં ઝડપથી ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં ફેરફાર થશે અને ગ્રુપ આ ક્ષેત્રમાં ઘણા પ્રકારના ઉત્પાદન વિકસિત કરવા માટે મહત્વપૂર્ણ રોકાણ કરશે. ટાટા મોટર્સે સસ્ટેનેબલ પહેલ હેઠળ 2040-45ની વચ્ચે તેના પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસમાં ‘નેટ ઝીરો’ કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઘણા પ્રોડક્ટસ: ચંદ્રશેખરન

કંપનીએ Auto Expo 2023માં ગ્રીન મોબિલિટી પર ધ્યાન આપવાની સાથે ઘણા ઈલેક્ટ્રિક ઉત્પાદનો અને ટેક્નિકને રજૂ કરી છે. ચંદ્રશંખરને કહ્યું કે તેમનું માનવું છે કે ભારતમાં ઈલેક્ટ્રિક મોબિલિટીમાં ફેરફાર અમારી કલ્પના કરતા વધારે ઝડપથી થશે. તેમને કહ્યું કે ગ્રાહકોની વધતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ટાટા મોટર્સની પાસે ઘણી પ્રોડક્ટસ છે. ચંદ્રશેખરને કહ્યું કે અમે આ ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ કરવા માટે પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ, જેથી અમે ના માત્ર ઈલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તનને ઝડપી કરી શકીએ પણ ગ્રાહકોને વિશ્વ સ્તરીય ઉત્પાદન આપી શકીએ.

ઓટો એક્સ્પો 2023 આજથી શરૂ

તે સિવાય આપને જણાવી દઈએ કે ઓટો એક્સ્પો 2023 આજથી શરૂ થઈ ગયો છે. ઓટો એકસ્પોમાં બુધવારે ટાટાની નવી Avinya conceptને શોકેસ કરવામાં આવી. તેમાં ઈવી માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ નવી જેન-3 ઈવી પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ઈન્ટીરિયર અને એક્સટિરિયરમાં ઓછામાં ઓછી ડિઝાઈન છે, જે સરળતાથી ICE મોડલ્સને અલગ બનાવે છે. કંપનીનો દાવો છે કે તે એકવાર ચાર્જ થયા બાદ 500 કિલોમીટરની રેન્જ આપે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ કોન્સેપ્ટનું નામ સંસ્કૃતના શબ્દ અવિન્યથી લેવામાં આવ્યો છે, જેનો મતલબ ઈનોવેશન થાય છે. મોડલને સૌથી પહેલા 2022ના મધ્યમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેનાથી ટાટા બતાવે છે કે આગળ જઈને ઈલેક્ટ્રિક મોડલ્સમાં તે શું કરવા ઈચ્છે છે. ટાટાની આ નવી ઈલેક્ટ્રિક કારમાં ટાટા જેન-3 ઈવી પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. તે જેન-1 અને જેન-2 પ્લેટફોર્મ્સથી અલગ છે, જે હાલની ઈન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) કારના મોડિફાઈડ વર્ઝનનો ઉપયોગ કરે છે.

હ્યુન્ડાઈ મોટર્સે પણ વધુ એક કરી લોન્ચ

હ્યુન્ડાઈ મોટર્સે Auto Expo 2023માં તેની ઓલ-ઈલેક્ટ્રિક ક્રોસઓવર Ioniq 5 લોન્ચ કરી છે અને આ લોન્ચ દરમિયાન બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પણ સ્ટેજ પર હાજર રહ્યા હતા. હ્યુન્ડાઈ મોટર્સે આ એસયુવીને આકર્ષક ડિઝાઈન અને હાઈટેક ફીચર્સ સાથે બજારમાં ઉતારી છે.

Next Article