ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ માટે કેન્દ્ર અને રાજ્ય મળીને લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા પર કરી રહ્યા છે કામ: પીયૂષ ગોયલ

|

Nov 27, 2021 | 6:28 PM

વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે લાયસન્સ બનાવવા અને રિન્યુ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર મળીને કામ કરી રહ્યા છે. તેનાથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં સુધારો થશે.

ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ માટે કેન્દ્ર અને રાજ્ય મળીને લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા પર કરી રહ્યા છે કામ: પીયૂષ ગોયલ
Commerce Minister Piyush Goyal (File Image)

Follow us on

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે (Commerce and Industry Minister Piyush Goyal) કહ્યું છે કે, રાજ્ય સાથે મળીને કેન્દ્ર સરકાર દેશમાં બિઝનેસ કરવાની સરળતાની (Ease of Doing Business) સ્થીતીમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, અનુપાલન માટે રહેલી ‘બોજારૂપ’ લાઇસેન્સિંગ અને નવીકરણ પ્રક્રિયાને (licensing and renewal process) દૂર કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. 

ગોયલે શનિવારે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ના આત્મનિર્ભર ભારત માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા કહ્યું કે, ઉદ્યોગ અને સરકારે મળીને અદાલતોમાં પડતર વ્યવસાયિક મુદ્દાઓને ઉકેલવા માટે કામ કરવું જોઈએ.

ગોયલે કહ્યું, “અમે રાજ્યો સાથે અનુપાલન માટે ‘કંટાળાજનક’ બોજને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ લાઇસન્સિંગ, નિયમનકારી અને મંજૂરીની જરૂરિયાતોને ઘટાડવાનો અને નવીકરણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે. આગળ જતા સ્વ-નિયમન અને સ્વ-પ્રમાણીકરણ એક આવશ્યકતા બનવા જઈ રહ્યું છે.” વાણિજ્યિક વિવાદોના ઝડપી સમાધાન અંગે ગોયલે કહ્યું કે અમે આર્બિટ્રેશનને પસંદગીની સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી દરેક વ્યક્તિ કોર્ટનો સંપર્ક ન કરે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

અમે નીતિ અને માળખાકીય ફેરફારો કરવા તૈયાર છીએ

તેમણે કહ્યું કે CIIના સભ્યો કેટલાક ટોચના વકીલોની સેવાઓ લઈ શકે છે અને સરકારને એ સમજવામાં મદદ કરી શકે છે કે ભારતીય સિસ્ટમ માટે શું વ્યવહારુ છે. તેમણે કહ્યું કે, “કેટલાક નીતિગત ફેરફારો, માળખાકીય ફેરફારોની જરૂર પડી શકે છે, કાયદામાં કેટલાક સુધારાની જરૂર પડી શકે છે, પરંતુ કેટલીક બાબતો મારા નિયંત્રણની બહાર છે. જેમાં રિટ પિટિશનનો સમાવેશ થાય છે.”

લેન્ડ બેંક પોર્ટલ પર સરકારને સૂચનો આપો

મંત્રીએ ઉદ્યોગોને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ પોર્ટલ અને ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ બેંક પોર્ટલની મુલાકાત લેવા અને સરકારને તેમના સૂચનો આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, “અમે વાજબી કિંમતે ઔદ્યોગિક જમીન શોધી રહ્યા છીએ. સ્વ-નિયમન એ નિશ્ચિત રૂપથી નિયમ હોવો જોઈએ. હું ઉદ્યોગને પારદર્શિતા અને સ્વ-નિયમન માટે તેમના સૂચનો આપવા કહીશ.”

આ પણ વાંચો :  PM મોદીએ અધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું ‘આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધોમાં છૂટછાટની સમીક્ષા કરો’, વાંચો નવા કોવિડ વેરિઅન્ટ પર 2 કલાકની બેઠકમાં શું થયું

Next Article