કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ કરોડપતિ બનાવશે, મોદી સરકાર 1 કરોડ સુધીનું રોકડ પુરસ્કાર આપશે, વાંચો વિગતવાર

કેન્દ્ર સરકાર 1 સપ્ટેમ્બર, 2023થી 'મેરા બિલ મેરા અધિકાર' (Mera Bill Mera Adhikar)પ્રોત્સાહન યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજનાનો હેતુ ગ્રાહકોને ખરીદી કરતી વખતે બિલ માંગવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. લોકોને 'મેરા બિલ મેરા અધિકાર' યોજના હેઠળ રૂપિયા 10,000 થી 1 કરોડ સુધીના રોકડ ઇનામ જીતવાની તક મળશે.

કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ કરોડપતિ બનાવશે, મોદી સરકાર 1 કરોડ સુધીનું રોકડ પુરસ્કાર આપશે, વાંચો વિગતવાર
| Edited By: | Updated on: Aug 31, 2023 | 7:30 AM

કેન્દ્ર સરકાર(central government) 1 સપ્ટેમ્બર, 2023થી ‘મેરા બિલ મેરા અધિકાર’ (Mera Bill Mera Adhikar)પ્રોત્સાહન યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજનાનો હેતુ ગ્રાહકોને ખરીદી કરતી વખતે બિલ માંગવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. લોકોને ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના હેઠળ રૂપિયા 10,000 થી 1 કરોડ સુધીના રોકડ ઇનામ જીતવાની તક મળશે. આ માટે GST Challan મોબાઈલ એપ(Mobile App) પર અપલોડ કરવાનું રહેશે.

‘Mera Bill Mera Adhikar’ પ્રોત્સાહક યોજના લોકોને કરોડપતિ બનાવશે

‘Mera Bill Mera Adhikar’ ઇન્વોઇસ ઇન્સેન્ટિવ સ્કીમ(invoice incentive scheme) 1 સપ્ટેમ્બરથી છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે. આ રાજ્યો આસામ, ગુજરાત(Gujarat) અને હરિયાણા છે અને કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરી, દમણ-દીવ અને દાદરા અને નગર હવેલી છે. ઇન્વોઇસ ઇન્સેન્ટિવ સ્કીમ દ્વારા લોકોને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. GST રજિસ્ટર્ડ સપ્લાયર્સ દ્વારા ગ્રાહકોને જારી કરાયેલા તમામ ઇન્વૉઇસ અથવા બિલ Mera Bill Mera Adhikar સ્કીમ માટે પાત્ર હશે.

 

 

વિજેતાની પસંદગી લકી ડ્રો દ્વારા કરવામાં આવશે

આ યોજના હેઠળ માસિક અને ત્રિમાસિક ડ્રો કરવામાં આવશે. વિજેતાઓ રૂ. 10,000 થી રૂ. 1 કરોડ સુધીના ઇનામો માટે પાત્ર હશે. આ માટે સરકારે કેટલીક શરતો લાગુ કરવાની વાત પણ કરી છે, જેમ કે દર મહિને કોમ્પ્યુટરની મદદથી 500 લકી ડ્રો કાઢવામાં આવશે.

તમે દર મહિને વધુમાં વધુ 25 બિલ ‘અપલોડ’ કરી શકશો.

લકી ડ્રો માટે ઇન્વોઇસની ન્યૂનતમ ખરીદ કિંમત રૂ. 200 રાખવામાં આવી છે. લોકો એક મહિનામાં વધુમાં વધુ 25 ચલણ અપલોડ કરી શકે છે. ‘મેરા બિલ મેરા અધિકાર’ મોબાઈલ એપ iOS અને Android બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

એપ પર અપલોડ કરવામાં આવેલ ઈન્વોઈસમાં વિક્રેતાનો GSTIN, ઈન્વોઈસ નંબર, ચૂકવેલ રકમ અને ટેક્સની રકમ હોવી જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ જણાવ્યું હતું કે આ યોજનાનો ઉદ્દેશ્ય લોકોને દર વખતે ખરીદી કરતી વખતે બિલ માંગવા માટે પ્રેરિત કરવાનો છે.