CCI એ મારુતિ સુઝુકીને 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ ?

|

Aug 24, 2021 | 7:34 AM

CCI એ સ્વીકાર્યું છે કે મારુતિએ સ્પર્ધાના નિયમો(Maruti Suzuki penalty) નું ઉલ્લંઘન કર્યું છે જેના માટે દંડની જાહેરાત કરવામાં આવી છે. CCI એ આરોપ લગાવ્યો છે કે મારુતિએ કાર પર ડિસ્કાઉન્ટ નક્કી કરવા માટે ડીલરો પર દબાણ કર્યું હતું.

સમાચાર સાંભળો
CCI એ મારુતિ સુઝુકીને 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો શું  છે કારણ ?
Maruti Suzuki

Follow us on

Maruti Suzuki penalty: ભારતીય સ્પર્ધા આયોગ (Competition Commission of India CCI) એ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ MSIL સામે મોટી કાર્યવાહી કરી છે. મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર ઉત્પાદક છે. CCI એ કંપનીને 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CCI ભારતનું એન્ટીટ્રસ્ટનિયમનકાર છે જેનું કામ કંપનીઓ વચ્ચે સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનું છે. CCI એ સુનિશ્ચિત કરે છે કે કંપનીઓ વચ્ચેની સ્પર્ધામાં ગ્રાહકોનું હિત જળવાઈ રહે અને તેમને કોઈ નુકસાન ન થાય.

CCI એ સ્વીકાર્યું છે કે મારુતિએ સ્પર્ધાના નિયમો(Maruti Suzuki penalty) નું ઉલ્લંઘન કર્યું છે જેના માટે દંડની જાહેરાત કરવામાં આવી છે. CCI એ આરોપ લગાવ્યો છે કે મારુતિએ કાર પર ડિસ્કાઉન્ટ નક્કી કરવા માટે ડીલરો પર દબાણ કર્યું હતું. વર્ષ 2019 માં CCIએ મારુતિ સામે તપાસ શરૂ કરી જેમાં કાર પર ડિસ્કાઉન્ટ અંગે આક્ષેપો કરવામાં આવ્યા હતા. રોઇટર્સના એક અહેવાલ મુજબ મારુતિના દબાણને કારણે કાર ડીલરો વચ્ચે વેચાણ માટે સ્પર્ધા હતી. આનાથી ગ્રાહકોને નુકશાન થયું કારણ કે જો ડીલરોએ કોઇપણ દબાણ વગર પોતાની રીતે કિંમત અને ડિસ્કાઉન્ટ નક્કી કર્યા હોત તો કારની કિંમતો નીચે આવી શકી હોત.

CCI ની કડકાઈ
21 જૂન 2012 ના રોજ CCI દ્વારા આ દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું હતું જેમાં દેશની 11 સિમેન્ટ કંપનીઓ ટ્રેડ યુનિયનો બનાવીને ભાવ નક્કી કરવા માટે દોષિત સાબિત થઈ હતી અને રૂ 6000 કરોડ દંડ લાદવામાં આવ્યા હતા. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ MSIL ના કિસ્સામાં CCI એ તપાસ હાથ ધરી હતી અને કંપનીને આવા કામથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. CCI એ દંડની રકમ રૂ 200 કરોડ 60 દિવસમાં જમા કરાવવા કહ્યું છે.

Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ

પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં મારુતિ સુઝુકીને રિસેલ પ્રાઈસ મેઈન્ટેનન્સ (RPM) નિયમ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો છે. કાર ડીલર સાથે ડિસ્કાઉન્ટ કંટ્રોલ પોલિસીમાં વિસંગતતા શોધ્યા બાદ સીસીઆઈએ દંડ લગાવવાનો નિર્ણય કર્યો હતો. CCI ને જાણવા મળ્યું કે MSIL એ તેના ડીલરો સાથે કરાર કર્યો હતો જે અંતર્ગત ડીલરોને MSIL દ્વારા નક્કી કરાયેલ ડિસ્કાઉન્ટ કરતા વધારે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવા પર પ્રતિબંધ હતો. એટલે કે વેપારીએ મારુતિ સુઝુકી દ્વારા નક્કી કરાયેલા ડિસ્કાઉન્ટના દરને અનુસરવાનું હતું.

CCI એ શું કહ્યું?
બીજા શબ્દોમાં કહીએ તો MSIL પાસે કાર ડીલરો માટે ડિસ્કાઉન્ટ કંટ્રોલ પોલિસી છે, જે હેઠળ ડીલરો મારુતિ સુઝુકી દ્વારા નક્કી કરાયેલી ડિસ્કાઉન્ટ મર્યાદા કરતા વધારે ડિસ્કાઉન્ટ આપી શકતા નથી. આનાથી ગ્રાહકોને નુકસાન થયું કારણ કે જો ડીલરોએ પોતાની રીતે ડિસ્કાઉન્ટ નક્કી કર્યું હોત તો કારની કિંમતો નીચે આવી શકી હોત. CCI એ કહ્યું છે કે જો કોઈ વેપારીએ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવું હોય તો MSIL પાસેથી પરવાનગી લેવી પડશે.

જો કોઈ વેપારી પોતે જ ડિસ્કાઉન્ટ આપે તો તેને દંડ કરવામાં આવશે અને ડિસ્કાઉન્ટ કંટ્રોલ પોલિસી ટાંકવામાં આવશે. માત્ર ડીલર સામે જ નહીં પરંતુ ડીલરશીપ એજન્ટ્સ, ડાયરેક્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ્સ, રિજનલ મેનેજર્સ, શોરૂમ મેનેજર્સ, ટીમ લીડર્સ વગેરેને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો :  નેશનલ હાઇવે ઉપર લૂંટારુઓ દ્વારા લકઝરી બસમાં ફાયરિંગ, એક મુસાફર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો :   Gold Hallmarking : જાણો સરકારના નવા નિયમથી કેમ નારાજ છે જવેલર્સ ? શું છે HUID જેને સ્વીકારવા સુવર્ણકાર તૈયાર નથી

Next Article