Jet Airwaysના સ્થાપક નરેશ ગોયલની ઓફિસ સહિત 7 સ્થળ પર CBIનું સર્ચ ઓપરેશન, 500 કરોડથી વધારેની છેતરપિંડીનો આરોપ

|

May 05, 2023 | 6:49 PM

કપૂરના રાજીનામા પછી JKC બોર્ડના સભ્ય અંકિત જાલાને કહ્યું હતું કે, સંજીવ એપ્રિલ 2022માં કંપનીમાં જોડાયા હતા. તેમણે જેટ એરવેઝના કોમર્શિયલ ઓપરેશન લોન્ચ પ્લાનને આગળ ધપાવ્યો. અમે તેને તેના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

Jet Airwaysના સ્થાપક નરેશ ગોયલની ઓફિસ સહિત 7 સ્થળ પર CBIનું સર્ચ ઓપરેશન, 500 કરોડથી વધારેની છેતરપિંડીનો આરોપ
Jet Airways

Follow us on

Jet Airways Bank Fraud Case: બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈએ શુક્રવારે જેટ એરવેઝ અને તેના સ્થાપક નરેશ ગોયલની ઓફિસ સહિત સાત સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. તમને જણાવી દઈએ કે જેટ એરવેઝ પર કેનરા બેંક સાથે 538 કરોડની છેતરપિંડીનો આરોપ છે. સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું કે તપાસ એજન્સીએ ગોયલ, તેની પત્ની અનિતા અને એરલાઈનના પૂર્વ નિર્દેશક ગૌરાંગ આનંદ શેટ્ટીના ઘરની તપાસ કરી.

તેમણે કહ્યું કે CBIએ કેનરા બેંકની ફરિયાદ પર 538 કરોડ રૂપિયાની કથિત બેંક છેતરપિંડીનો નવો કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે જેટ એરવેઝની હાલત અત્યારે સારી નથી. તેની ફ્લાઈટ્સ 2019થી બંધ છે. કંપની પર ઘણું દેવું છે. કંપનીને નાદાર જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: OYOના રિતેશ અગ્રવાલે અમેરિકામાં રહેતા ગુજરાતીઓના કર્યાં વખાણ, કહ્યું વિદેશમાં બનાવી છે ઓળખ

સીઈઓ સંજીવ કપૂરે રાજીનામું આપ્યું હતું

વર્ષ 2021માં જાલાન-કાલરોકના કન્સોર્ટિયમે જેટ એરવેઝનો કબજો લીધો હતો. આ પછી આ એરલાઇનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે થઈ શક્યું નહીં. તાજેતરમાં, એરલાઈનના સીઇઓ સંજીવ કપૂરે રાજીનામું આપ્યું હતું. કપૂર ગયા વર્ષે એપ્રિલમાં કંપનીમાં જોડાયા હતા. તેણે વ્યાપારી કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો.

કપૂરના રાજીનામા પછી JKC બોર્ડના સભ્ય અંકિત જાલાને કહ્યું હતું કે, સંજીવ એપ્રિલ 2022માં કંપનીમાં જોડાયા હતા. તેમણે જેટ એરવેઝના કોમર્શિયલ ઓપરેશન લોન્ચ પ્લાનને આગળ ધપાવ્યો. અમે તેને તેના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

ઓક્ટોબર 2020માં નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘર પર EDના દરોડા પડ્યા હતા

જેટ એરવેઝના ફાઉન્ડર, પૂર્વ ચેરમેન અને CEO નરેશ ગોયલના મુંબઈ સ્થિત ઘરમાં ઓક્ટોબર 2020માં EDએ દરોડા પાડ્યા હતા. આ પહેલા સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પણ મની લોન્ડરિંગનો એક નવો કેસ નોંધ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:44 pm, Fri, 5 May 23