Patanjali Research Foundation Trust અંગે CBDT બહાર પાડયું આ અગત્યનું જાહેરનામું, જાણો શું છે મામલો

|

Jul 16, 2021 | 7:06 AM

બાબા રામદેવ(BABA RAMDEV)ની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે તેની સહયોગી કંપની રૂચી સોયાના FPO ની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે ટૂંક સમયમાં તમને Patanjali IPO લાવીશું

Patanjali Research Foundation Trust અંગે CBDT બહાર પાડયું  આ અગત્યનું જાહેરનામું, જાણો શું છે મામલો
BABA RAMDEV

Follow us on

કેન્દ્ર સરકારે યોગગુરુ બાબા રામદેવ(BABA RAMDEV)ના હરિદ્વાર સ્થિત પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ(Patanjali Research Foundation Trust) ને ‘રિસર્ચ એસોસિએશન'(Research Association) નો દરજ્જો આપ્યો છે. હવે આ સંસ્થાને દાન કરવા પર દાતા ટેક્સમાં છૂટ મેળવી શકશે. આવકવેરા વિભાગ સાથે જોડાયેલા સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ એક જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી છે.

આ નોટિફિકેશન વર્ષ 2021-222 થી 2026-27 ના વર્ષ દરમિયાન કરવામાં આવેલા દાન માટે લાગુ પડશે અને એક દાતા તે જ સમયગાળા માટે ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. આનો અર્થ એ છે કે દાતા તેની કરપાત્ર આવકમાંથી દાનની સમાન રકમ કપાત લઈ શકે છે. આનથી દાતાની કરપાત્ર આવક ઘટશે.

દાન પર 5 વર્ષ માટે કર મુક્તિ
સીબીડીટીએ એક જાહેરનામું બહાર પાડતાં જણાવ્યું હતું કે ‘આવકવેરા 1961 ની કલમ 35 ની પેટા કલમ (1) ની કલમ (ii) હેઠળ વૈજ્ઞાનિક સંશોધન માટે’ રિસર્ચ એસોસિએશન ‘કેટેગરી હેઠળ કેન્દ્ર સરકારે મેસર્સ પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ હરિદ્વારને મંજૂરી મળી છે. તે સત્તાવાર ગેઝેટના પ્રકાશનની તારીખથી લાગુ થશે અને આકારણી વર્ષ 2022-23 થી 2027-28 સુધી લાગુ રહેશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ટૂંક સમયમાં આવશે Patanjali IPO
આ દરમિયાન બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે તેની સહયોગી કંપની રૂચી સોયાના FPO ની જાહેરાત કરી છે. એટલું જ નહીં પતંજલિ એફએમસીજી સેક્ટરમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) જેવી કંપનીઓને પણ પાછળ પાડવા તૈયારી બતાવી છે. પતંજલિના વધતા જતા વેપાર પર બાબા રામદેવે કહ્યું કે અમે 2025 સુધીમાં HULને પાછળ છોડી દેવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે ટૂંક સમયમાં તમને Patanjali IPO લાવીશું

Next Article