ડેબિટ કાર્ડ વગર પણ એટીએમ માંથી ઉપાડી શકાશે કેશ, જાણો કોણ આપી રહ્યું છે સુવિધા અને શું છે પ્રક્રિયા

|

Feb 05, 2021 | 7:21 AM

ડિજિટલ પેમેન્ટની યુગમાં પણ રોકડની જરૂર હોય છે. જો તમારા પાસે ડેબિટ(DEBIT CARD ) કાર્ડ નથી તો પણ તમે એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડી શકો છો. આ સુવિધા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા પૂરી પાડવામાં આવી છે.

ડેબિટ કાર્ડ વગર પણ એટીએમ માંથી ઉપાડી શકાશે કેશ, જાણો કોણ આપી રહ્યું છે સુવિધા અને શું છે પ્રક્રિયા
ATM

Follow us on

ડિજિટલ પેમેન્ટની યુગમાં પણ રોકડની જરૂર હોય છે. જો તમારા પાસે ડેબિટ(DEBIT CARD ) કાર્ડ નથી તો પણ તમે એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડી શકો છો. આ સુવિધા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા પૂરી પાડવામાં આવી છે. જો તમે પણ એસબીઆઇ ગ્રાહક છો, તો તમારે બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ડેબિટ કાર્ડની જરૂર રહેશે નહીં.

કેટલી રકમ ઉપાડી શકાય ?
એસબીઆઈ (SBI) ના ખાતાધારક દ્વારા ડેબિટ કાર્ડ વગર બેન્કની એટીએમમાંથી કેશ ઉપાડી કરી શકાય છે.આ બાબત સુવિધાજનક અને સલામત પણ છે. એસબીઆઇ ગ્રાહકોના તમારા સ્માર્ટફોન પર યોનો એપ્લિકેશન(YONO App) ઇન્સ્ટોલ કરવું આવશ્યક છે. તે મહત્તમ 20 હજાર સુધીની રકમ ઉપાડ કરી શકે છે.

YONO App થી રોકડ ઉપાડની પ્રક્રિયા
1. તમારા સ્માર્ટફોનમાં યોનો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો – આ એસબીઆઈની ઇન્ટરનેટ બેંકિંગ એપ્લિકેશન છે.
2. જો તમારા મોબાઇલ પર પહેલેથી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય તો એક સ્ટેપ ઓછું થશે.
3. યોનો એપ્લિકેશનમાં લોગ ઇન કરો અને ડેશબોર્ડમાં યોનો કેશને ક્લિક કરો.
4. હવે એટીએમ વિભાગ પર ક્લિક કરો ત્યારબાદ તમારું એકાઉન્ટ બેલેન્સ દેખાશે.
5. હવે તેની નીચે કેશ ઉપાડની રકમ ભરો અને આગળ ક્લિક કરો.
6. અહીં 6 અંકોનો યોનો કેશ પિન ભરો અને આગળ ક્લિક કરો.
7. હવે તમારા નજીકના એસબીઆઈ એટીએમ પર જાઓ.
8. એટીએમ મશીનની સ્ક્રીન પર યોનો કેશ વિકલ્પ પસંદ કરો.
9. યોનો કેશ ટ્રાન્ઝેક્શન નંબર અને યોનો કેશ પિન દાખલ કરો.
10. કેશ ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યા પછી કેશ બહાર આવશે, તેને કલેક્ટ કરો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

QR કોડ દ્વારા OTP વગર ઉપાડી શકાય છે કેશ
1.આ માટે તમારે એસબીઆઈ એટીએમ પર ક્યૂઆર કોડ વિકલ્પ પસંદ કરવો પડશે.
2. હવે યોનો લાઇટ એપ્લિકેશન દ્વારા ક્યૂઆર કોડ સ્કેન કરો.
3. ઓથેન્ટિકેશન પૂર્ણ થતાંની સાથે જ કેશ બહાર આવશે, તેને કલેક્ટ કરો.

 

Next Article