Canara Bank દેશભરમાં કરી રહી છે બે હજારથી વધુ મિલકતોની હરાજી, જાણો કંઈ રીતે ખરીદશો સસ્તામાં મકાન અને જમીન

|

Mar 13, 2021 | 11:21 AM

જો તમે સસ્તામાં ઘર, સંપત્તિ અથવા વ્યવસાય માટે કોઈ સાઇટ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમને એક મોટી તક મળશે. કેનરા બેંક (Canara Bank) તમારા માટે એક મોટી ઓફર લઈને આવી છે.

Canara Bank દેશભરમાં કરી રહી છે બે હજારથી વધુ મિલકતોની હરાજી, જાણો કંઈ રીતે ખરીદશો સસ્તામાં મકાન અને જમીન

Follow us on

જો તમે સસ્તામાં ઘર, સંપત્તિ અથવા વ્યવસાય માટે કોઈ સાઇટ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમને એક મોટી તક મળશે. કેનરા બેંક (Canara Bank) તમારા માટે એક મોટી ઓફર લઈને આવી છે. આ સરકારી બેંક દેશભરમાં 2,000 થી વધુ સંપત્તિની ઇ-હરાજી(e-auction) કરવા જઈ રહી છે. આ માટે તમે ઓનલાઇન બોલી લગાવી શકો છો. કેનરા બેંકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જાણો આ ઇ-ઓક્શન વિશેની મહત્વપૂર્ણ માહિતી-

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

16 અને 26 માર્ચના રોજ ઇ-ઓક્શન યોજાશે
ટ્વિટર પર આપેલી માહિતી અનુસાર, કેનેરા બેંકની મેગા ઇ-ઓક્શન 16 માર્ચ અને 26 માર્ચે યોજાશે. આ ઓક્શનમાં ફ્લેટ્સ / એપાર્ટમેન્ટ્સ / રહેણાંક ઘર – ઓફિસ, ઔદ્યોગિક જમીન / મકાન અને ખાલી સાઈટની હરાજી થશે. ડિફોલ્ટર પાસેથી વસૂલાત હેઠળની આ મિલકતની બેંક દ્વારા હરાજી કરવામાં આવે છે.

જાણો શું કહ્યું બેંકે?
કેનેરા બેંકે પોતાની ટ્વિટમાં કહ્યું છે કે આ કિંમતી સંપત્તિઓના મલિક બનો! ભારતભરના મોટા શહેરોમાં સંપત્તિ ખરીદવાની આ તકનો પુરેપુરોલાભ લો. તમે સસ્તામાં ઘર, એપાર્ટમેન્ટ અને જમીનની માલિક બની શકો છો. ઇ-હરાજીમાં ભાગ લેવા માટે, તમારે ઓનલાઇન અરજી કરવી પડશે. તમારે કેનેરા બેંક શાખામાં KYCની સંપૂર્ણ વિગતો માટેના તમામ દસ્તાવેજો સબમિટ કરવા પડશે.

સંપૂર્ણ માહિતી મેળવો
ટ્વિટર હેન્ડલ પર બેંકે આપેલી માહિતી અનુસાર, રસ ધરાવતા ગ્રાહકોની સંપત્તિ અંગેની માહિતી માટે કેનેરા બેંકની કોર્પોરેટ વેબસાઇટ https://canarabank.com ની મુલાકાત લેવી પડશે. બેંકે જણાવ્યું હતું કે, ગ્રાહકો અમારી કોર્પોરેટ વેબસાઇટ

https://canarabank.com> ટેન્ડર> વેચાણની સૂચના અને અમારા હરાજી સેવા ભાગીદારનો સંપર્ક કરી શકે છે. આ સિવાય તમે આ વેબસાઇટ્સ પરથી પણ માહિતી મેળવી શકો છો-

https://indianbankseauction.com (M/S Canbank Computer Services Ltd)

https://canarabank.auctiontiger.net (M/S E Procurement Technologies Pvt Ltd)

https://bankeauctionwizard.com (M/S Antares System Ltd)

https://ibapi.in (M/S MSTC Ltd) (e-Bkraya)

https://bankeacutions.com (M/S C1 India Pvt Ltd)

Next Article