કેમ્પસ IPOને સારો પ્રતિસાદ મળ્યો, ઈશ્યૂના છેલ્લા દિવસે થયો 52 ગણો સબ્સ્ક્રાઈબ

|

Apr 28, 2022 | 11:52 PM

રોકાણકારો આવતા સપ્તાહે LICના IPOની રાહ જોઈ રહ્યા છે. એલઆઈસીએ (LIC IPO) તેના 21,000 કરોડ રૂપિયાના IPO માટે સીમિત કિંમત 902-949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે.

કેમ્પસ IPOને સારો પ્રતિસાદ મળ્યો, ઈશ્યૂના છેલ્લા દિવસે થયો 52 ગણો સબ્સ્ક્રાઈબ
Campus Activewear IPO (Symbolic Image)

Follow us on

સ્પોર્ટ્સ ફૂટવેર નિર્માતા કેમ્પસ એક્ટિવવેરની (Campus Activewear) પ્રારંભિક જાહેર ઓફર (IPO)ને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા દિવસે ઈશ્યૂ 51.75 ગણો સબસ્ક્રાઈબ થયો છે. IPOને પહેલા દિવસથી રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. બજાર દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર કંપનીને 3,36,25,000 શેરની ઓફર પર 1,74,02,02,110 શેર માટે બિડ મળી છે. ઈશ્યૂ સબ્સ્ક્રિપ્શન માટે મંગળવારે ખુલ્યો હતો અને પહેલા દિવસે સંપૂર્ણ સબ્સ્ક્રાઈબ થયો હતો. કેમ્પસ આઈપીઓ બાદ હવે રોકાણકારો એલઆઈસીના આઈપીઓની રાહ જોઈ રહ્યા છે, જે આવતા સપ્તાહે ખુલવા જઈ રહ્યો છે.

સેગમેન્ટનું પ્રદર્શન કેવું રહ્યું?

ડેટા અનુસાર ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) સેગમેન્ટમાં ઈશ્યૂ 152.04 ગણો, નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ કેટેગરીમાં 22.25 ગણો અને રિટેલ ઈન્વેસ્ટર કેટેગરીમાં 7.68 ગણો સબસ્ક્રાઈબ થયો છે. કંપનીએ તેના IPOમાં 4,79,50,000 શેરની વેચાણ માટે ઓફર (OFS) કરી છે. કેમ્પસ એક્ટિવવેરે IPO માટે શેર દીઠ રૂ. 278 થી 292ની કિંમતની રેન્જ રાખી હતી. કંપનીએ સોમવારે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 418 કરોડ એકત્ર કર્યા હતા. કિંમત શ્રેણીના આધારે રોકાણકારો ઓછામાં ઓછા 51 શેર માટે બિડ લગાવી શકે છે. રોકાણકારોના પ્રતિસાદ પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેમ્પસનું લિસ્ટિંગ વધુ સારું થઈ શકે છે. ગ્રે માર્કેટના સંકેતો પણ વધુ સારા લિસ્ટિંગ તરફ ઈશારો કરી રહ્યા છે.

આગામી અઠવાડિયે આવશે LICનો IPO

તે જ સમયે દેશનો સૌથી મોટો IPO આવતા અઠવાડિયે આવશે. આગામી સપ્તાહે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LICના IPOમાં રોકાણકારો અરજી કરી શકશે. રોકાણકારો આવતા સપ્તાહે LICના IPOની રાહ જોઈ રહ્યા છે. એલઆઈસીએ (LIC IPO) તેના 21,000 કરોડ રૂપિયાના IPO માટે સીમિત કિંમત 902-949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. પ્રારંભિક જાહેર ઓફર (IPO) હેઠળ એન્કર રોકાણકારો 2 મેના રોજ બીડ કરશે. સંસ્થાકીય અને છૂટક ખરીદદારો માટે ઈશ્યૂ 4 મેના રોજ ખુલશે અને 9 મેના રોજ બંધ થશે.

આ પણ વાંચો

IPO બંધ થયાના એક સપ્તાહ પછી 17 મેના રોજ શેરો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. સેબીમાં ફાઈલ કરવામાં આવેલા અંતિમ કાગળો અનુસાર બિડર્સના ડીમેટ ખાતામાં શેરની ફાળવણી 16 મે સુધી કરવામાં આવશે, જે પછી LIC સ્ટોક એક્સચેન્જમાં ઇક્વિટી શેરનું ટ્રેડિંગ શરૂ કરશે અને શેર 17 મે અથવા તેની આસપાસ લિસ્ટ થશે.

Next Article