મુકેશ અંબાણી આ જાણીતી બ્રાન્ડને ફરી કરશે રીલોન્ચ, 50 વર્ષ જુની છે બ્રાન્ડ

|

Mar 09, 2023 | 8:23 PM

આ બ્રાન્ડને કંપનીની નવી રણનીતિ હેઠળ લોન્ચ કરવામાં આવી છે. કંપની ભારતમાં વિકસિત થયેલી બ્રાન્ડને આગળ વધારવા ઈચ્છે છે. જેનો ન માત્ર મોટો વારસો છે પણ જેનો ખાસ સ્વાદ અને ફ્લેવરના કારણે ભારતીય ગ્રાહકોની સાથે જુનો સંબંધ પણ છે.

મુકેશ અંબાણી આ જાણીતી બ્રાન્ડને ફરી કરશે રીલોન્ચ, 50 વર્ષ જુની છે બ્રાન્ડ

Follow us on

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટસ લિમિટેડે ગુરૂવારે જાણીતી બ્રાન્ડ કેમ્પાના લોન્ચની જાહેરાત કરી છે. તે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)નું FMCG એકમ છે અને સંપૂર્ણ માલિકીની કંપની છે. કેમ્પાના પોર્ટફોલિયોમાં શરૂઆતમાં કેમ્પા કોલા, કેમ્પા લેમન અને કેમ્પા ઓરેન્જનો સમાવેશ થશે. કંપનીએ એક પ્રેસ રિલીઝમાં આ જાણકારી આપી છે.

શું છે કંપનીનો પ્લાન?

આ બ્રાન્ડને કંપનીની નવી રણનીતિ હેઠળ લોન્ચ કરવામાં આવી છે. કંપની ભારતમાં વિકસિત થયેલી બ્રાન્ડને આગળ વધારવા ઈચ્છે છે. જેનો ન માત્ર મોટો વારસો છે પણ જેનો ખાસ સ્વાદ અને ફ્લેવરના કારણે ભારતીય ગ્રાહકોની સાથે જુનો સંબંધ પણ છે.

કંપનીએ કહ્યું કે કેમ્પાને નવા અવતારમાં લાવીને તે અલગ અલગ પેઢીના ગ્રાહકોને આ પ્રતિષ્ઠિત બ્રાન્ડને અપનાવવા માટે પ્રેરણા આપવા ઈચ્છે છે. તેની સાથે તે બેવરેજ સેગમેન્ટમાં નવો ઉત્સાહ લાવવા ઈચ્છે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં પરિવારના મોટા લોકોની ઓરિજનલ કેમ્પાને લઈ સારી યાદો જોડાયેલી હશે અને તે બ્રાન્ડ સાથે જોડાયેલી વાતોને યાદ કરશે. ત્યારે યુવા ગ્રાહક તેના નવા સ્વાદને પસંદ કરશે. કંપનીએ આગળ કહ્યું કે ઝડપથી બદલાતા ભારતીય બજારની સાથે તે કેમ્પાને પરત લાવવા માટે ખુબ જ ઉત્સુક છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચો: શેરબજારમાંથી કમાણી કરવા માંગો છો? આ રીતે કરો પ્લાનિંગ અને મેળવો વધારે નફો

કંપનીનો કારોબાર સતત થઈ રહ્યો છે મજબૂત

આ લોન્ચની સાથે RCPLએ પોતાના FMCG પોર્ટફોલિયોને મજબૂત બનાવ્યો છે. તેમાં sosyo hajoori જેવી બ્રાન્ડસથી લઈ લોટસ, ચોકલેટ, શ્રીલંકાની સૌથી મોટી બિસ્કીટ બ્રાન્ડ Maliban સિવાય ઈન્ડિપેન્ડેન્સ અને ગુડ લાઈફ જેવી પોતાની બ્રાન્ડની વસ્તુઓ પણ સામેલ છે.

RRVL એ 31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 1,99,704 કરોડનું consolidated ટર્નઓવર અને રૂ. 7,055 કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. કેમ્પાનું એક્વિઝિશન રિલાયન્સનું તેના એફએમસીજી બિઝનેસને વધારવા અને તેના પોતાના ખાનગી લેબલ્સ અને જૂની લોકપ્રિય અને પ્રાદેશિક બ્રાન્ડ્સ હસ્તગત કરવા પર કેન્દ્રિત છે. તે જ સમયે, ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે રિલાયન્સ દક્ષિણમાં સ્થિત લોકપ્રિય સાબુ, ખાદ્ય તેલ અને નમકીન બ્રાન્ડ સાથે વાતચીતના અંતિમ તબક્કામાં છે.

Next Article