
ધનતેરસ પર સોનું (Gold) ખરીદવું શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદી આગળ પણ શુભ ફળ આપે છે. આ જ કારણથી આ સમય દરમિયાન લોકો સોનાની ખરીદી કરે છે. સોનું એક કિંમતી ધાતુ છે એટલે કે તેની કિંમતો ઉંચી રહે છે. આ સાથે, ભારતમાં સોનાની ખરીદી પર ટેક્સ (Tax on gold) વસૂલવામાં આવે છે, જેના કારણે કિંમતો વધુ વધે છે. આવી સ્થિતિમાં જે લોકો તહેવારોની સિઝનમાં વિદેશ જાય છે અથવા વિદેશથી રજાઓ પર ઘરે આવે છે તેઓ બહારના દેશોમાંથી સોનું ખરીદીને દેશમાં લાવે છે. આમાં સૌથી વધુ સોનુ દુબઈથી (Dubai) લાવવામાં આવે છે જ્યાં ટેક્સ લાગતો નથી અને સોનું કંઈક અંશે સસ્તું હોય છે.
જો તમે પણ દુબઈથી સસ્તું સોનું ખરીદીને દેશમાં લાવવાનું વિચારી રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે વિદેશથી સોનું લાવવાના પોતાના નિયમો છે. જેના કારણે સસ્તામાં ખરીદેલું સોનું ભારતમાં લાવવું ઘણું મોંઘું થઈ જશે. તો જાણી લો વિદેશથી દેશમાં લાવવામાં આવતા સોના અંગેના નિયમો અને શરતો શું છે.
વિદેશથી લાવવામાં આવેલા સોના પર ભારતમાં ટેક્સ લાગે છે. સોના પરનો આ ટેક્સ 12.5 ટકાથી 38.5 ટકા સુધીનો હોય છે, જે અલગ-અલગ કેસ પર આધાર રાખે છે. એટલે કે જો તમે દુબઈમાં સસ્તામાં સોનું ખરીદ્યું હોય તો પણ તમને ત્યાંના દરની સરખામણીમાં તે મોંઘું જ લાગશે. સરકારની જોગવાઈઓ એ આધાર પર તૈયાર કરવામાં આવી છે કે જેઓ ઓછા સમય માટે વિદેશમાં રોકાશે તેમને વધુ દર ચૂકવવો પડશે. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે, દુબઈ અને ભારતમાં કિંમતના તફાવતને ધ્યાનમાં રાખીને, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઝડપથી દુબઈની મુસાફરી કરીને, પોતાની સાથે સોનુ લાવીને તેને પોતાના માટે નફાકારક વ્યવસાય ન બનાવે. આમ કરવાથી ભારતમાં સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓના હિતોને અસર થઈ શકે છે. જેથી ભારતમાં સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના હિતને જાળવવા સરકારે વિદેશથી સોનુ લાવવા પર વેરો વસુલે છે.
બીજી તરફ, જો તમે ટેક્સ ભરવા માટે તૈયાર હોવ તો પણ ધ્યાનમાં રાખો કે કોઈપણ પ્રવાસી વિદેશથી વધુમાં વધુ 1 કિલો સોનું લાવી શકે છે, આમાં સોના અને સોનાના દાગીના બંનેનો સમાવેશ થાય છે.
એવું નથી કે દુબઈથી સોનું ખરીદવું હંમેશા ખોટનો સોદો હોય છે, જો તમે એક વર્ષથી વધુ સમયથી દેશની બહાર રહેતા હોવ તો તમારા માટે ડ્યુટી ફ્રી લિમિટ છે. એક પુરુષ મુસાફર 50 હજારથી વધુની કિંમતના 20 ગ્રામ સોનાના દાગીના લાવી શકે છે અને એક મહિલા મુસાફર 40 ગ્રામ સુધીના સોનાના દાગીના લાવી શકે છે, જેની કિંમત એક લાખથી વધુ ન હોવી જોઈએ. આ સોનુ પણ ડ્યુટી ફ્રી રૂટ દ્વારા દેશમાં લાવી શકે છે.