Multibagger Stocks: 35 પૈસાના આ શેરે કર્યો કમાલ, 6 મહીનામાં 1 હજાર રૂપિયાના 8 લાખ થયા

|

Feb 27, 2022 | 10:11 PM

સેલ મેન્યુફેક્ચરિંગ કંપનીનો સ્ટોક 6 મહિનામાં 35 પૈસાથી વધીને 281 રૂપિયા થયો છે. આ મલ્ટિબેગર સ્ટોક 27 ઓક્ટોબર 2021ના રોજ NSE પર માત્ર 35 પૈસાનો હતો, જે હવે વધીને 281 રૂપિયા થયો છે.

Multibagger Stocks: 35 પૈસાના આ શેરે કર્યો કમાલ, 6 મહીનામાં 1 હજાર રૂપિયાના 8 લાખ થયા
Multibagger Stock

Follow us on

કોરોના મહામારીએ (Corona pandemic) શેરબજારમાં (Stock Market) સૌથી વધુ અસ્થિરતા સર્જી છે, જેના કારણે રોકાણકારોને ઘણા મલ્ટીબેગર શેરો દ્વારા જંગી વળતર મળ્યું છે. આ સમયગાળા દરમિયાન, મોટાભાગના પેની સ્ટોક્સ મલ્ટિબેગર સ્ટોક્સની યાદીમાં સામેલ થયા છે. આ શેરોમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો છે. આજે અમે તમને એવા જ એક મલ્ટીબેગર શેર વિશે જણાવી રહ્યા છીએ જેણે માત્ર 6 મહિનામાં તેના રોકાણકારોને 80,000% નું જબરદસ્ત વળતર આપ્યું છે. આ સ્ટોકનું નામ છે – સેલ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ. આ સ્ટોક મલ્ટિબેગર રિટર્ન આપી રહ્યો છે.

6 મહિનામાં 35 પૈસાથી 281 રૂપિયા પર પહોંચી ગયો શેર

આ મલ્ટિબેગર સ્ટોક 27 ઓક્ટોબર 2021ના રોજ NSE પર 35 પૈસાના સ્તરે બંધ થયો હતો. છ મહિના પછી હવે શેરની કિંમત 281 રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, આ શેરે તેના રોકાણકારોને 80,185.71 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. આ વર્ષ 2022 માં, આ સ્ટોક  44.40 રૂપિયા (3 જાન્યુઆરી, 2022) થી વધીને 281 થયો છે.

આ સમયગાળા દરમિયાન શેરે 532.88% નું વળતર આપ્યું છે. આ શેરે એક મહિનામાં 177.81 ટકાનું વળતર આપ્યું છે. 27 જાન્યુઆરી 2022ના રોજ શેરની કિંમત 101.15 રૂપિયા હતી. તે જ સમયે, આ સ્ટોક છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 21.49% ઉપર ચાલી રહ્યો છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

રોકાણકારોના 1 લાખ 8 કરોડ થઈ ગયા

જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની રકમ 8 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. તે જ સમયે, જો આ વર્ષે કોઈ રોકાણકારે 44.40 રૂપિયા પ્રતિ શેરના દરે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે આ રકમ 6.32 લાખ રૂપિયા થઈ ગઈ હોત.

જો કોઈએ એક મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે આ રકમ 2.77 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે માત્ર એક મહિનામાં જ બમણો નફો થયો હોત. કોઈ પણ રોકાણકારે 6 મહિના પહેલા વિચાર્યું પણ નહી હોય કે આ સ્ટોક થોડા મહિનામાં રોકાણકારોને રાજા બનાવી દેશે.

આ પણ વાંચો :  સેવામાં કોઈ સમસ્યા થવા પર મોબાઈલ ફોન યુઝર્સ કરી શકે છે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ, સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો :  રશિયાને SWIFT નેટવર્કમાંથી બહાર કરવાના પ્રયાસો વધુ તેજ, જાણો શું છે આ સિસ્ટમ અને શું થશે નિર્ણયની અસર

(નોંધ: આ અહેવાલનો હેતુ ફક્ત તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. આ અહેવાલના આધારે કરેલા રોકાણથી નફા કે નુક્સાન સાથે અમારા કોઈ લેવાદેવા રહેશે નહીં. કૃપયા રોકાણ કરતાં પહેલા તમારા આર્થીક સલાહકારની મદદ અવશ્ય લેવી.)
Next Article