સોનામાં તેજી તો ચાંદીમાં ચળકાટ વધ્યો, કરો એક નજર Commodity Marketની સ્થિતિ ઉપર

Commodity Market Today : ખાંડના વધતા ભાવે સમગ્ર વિશ્વમાં સામાન્ય માણસના રસોડાના બજેટને બગાડ્યું છે. માંગ અને પુરવઠા વચ્ચેના મોટા તફાવતને કારણે ખાંડ(Sugar)ના ભાવ 12 વર્ષની ટોચે પહોંચી ગયા છે.આજે શુક્રવારે 29 સપ્ટેમ્બરે MCX માં સોનુ તેજી સાથે કારોબાર કરી રહ્યું છે તો ચાંદીનો ચળકાટ પણ વધ્યો છે.

સોનામાં તેજી તો ચાંદીમાં ચળકાટ વધ્યો, કરો એક નજર Commodity Marketની સ્થિતિ ઉપર
| Edited By: | Updated on: Sep 29, 2023 | 10:23 AM

Commodity Market Today : ખાંડના વધતા ભાવે સમગ્ર વિશ્વમાં સામાન્ય માણસના રસોડાના બજેટને બગાડ્યું છે. માંગ અને પુરવઠા વચ્ચેના મોટા તફાવતને કારણે ખાંડ(Sugar)ના ભાવ 12 વર્ષની ટોચે પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં દેશમાં ખાંડની વધતી કિંમતો અને મોંઘવારી પર અંકુશ મેળવવા સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે.

સરકાર આગામી સિઝનમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. હકીકતમાં, દેશમાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધની સૂચના જાહેર કરવામાં આવી શકે છે.

2022-23ની ખાંડની સિઝનની શરૂઆતમાં, કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ લગભગ 6 મિલિયન ટન સુધી મર્યાદિત કરી હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકીને દેશમાં ખાંડના ભાવને નિયંત્રિત કરવા માટે કામ કરશે.

ક્રૂડની કિંમત

જો કાચા તેલની કિંમતની વાત કરીએ તો આજે તેમાં નોંધનીય ફેરફાર જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ ઓઈલની કિંમતમાં 0.11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તે પ્રતિ બેરલ $91.61 પર પહોંચી ગયો છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ક્રૂડ ઓઈલની કિંમતમાં 0.22 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે ઘટીને 95.17 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.

સોના-ચાંદીના ભાવમાં તેજી

આજે શુક્રવારે 29 સપ્ટેમ્બરે MCX માં સોનુ તેજી સાથે કારોબાર કરી રહ્યું છે તો ચાંદીનો ચળકાટ પણ વધ્યો છે. આ અગાઉ ગુરૂવારે સોનું સ્થિર રહ્યું અને ડોલરમાં તેજી અને ટ્રેઝરી યીલ્ડને કારણે ભાવ અગાઉના સત્રમાં છ મહિનાની નીચી સપાટીની નજીક હતા. બજારો ફેડરલ રિઝર્વના વ્યાજ દરના માર્ગ પરના સંકેતો માટે યુએસ આર્થિક ડેટાની રાહ જોઈ રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ 1.4 ટકા ઘટી ઔંસ દીઠ $1,874.49 પર અને બુધવારે જુલાઈ પછીનો તેનો સૌથી મોટો દૈનિક ઘટાડો હતો. યુએસ ગોલ્ડ વાયદો $1,891.30 પર ફ્લેટ હતો.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :   57400.00 272.00 (0.48%) (Updated at Sep 29, 09:43)
MCX SILVER  :  71500.00 900.00 (1.27%) (Updated at Sep 29, 09:43)
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 59469
Rajkot 59489
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 58800
Mumbai 58530
Delhi 59680
Kolkata 58530

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો