Budget 2022: નાણાં પ્રધાન સાથે પ્રિ-બજેટ ચર્ચામાં ઉદ્યોગ જગતે ક્યાં સૂચનો કર્યા? જાણો અહેવાલમાં

|

Jan 18, 2022 | 5:41 PM

સીતારમણ આગામી બજેટ (Budget 2022) 1 ફેબ્રુઆરી 2022ના રોજ સંસદમાં રજૂ કરશે. આ તેમનું ચોથું બજેટ હશે.

Budget 2022: નાણાં પ્રધાન સાથે પ્રિ-બજેટ ચર્ચામાં ઉદ્યોગ જગતે ક્યાં સૂચનો કર્યા? જાણો અહેવાલમાં
FM Nirmala Sitharaman held pre-Budget meetings

Follow us on

Budget 2022: 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થવાનું છે. આ પહેલા પ્રિ-બજેટની ચર્ચાઓ પણ તેજ બની છે. દરમિયાન ઉદ્યોગ જગતે નાણા પ્રધાન નિર્મલા સીતારમણને આગામી બજેટમાં આવકવેરા સ્લેબને તર્કસંગત બનાવવાની સલાહ આપી છે. PTI ના અહેવાલ અનુસાર એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકારે ડિજિટલ સેવાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા અને હાઈડ્રોજન સ્ટોરેજને પ્રોત્સાહિત કરવા માટે પગલાં લેવા જોઈએ.

નાણામંત્રીએ આઠ બજેટ પરામર્શ બેઠકોમાં ભાગ લીધો
સમાચાર અનુસાર નાણા મંત્રાલય દ્વારા બુધવારે જારી કરાયેલા નિવેદન અનુસાર આ સૂચનો નાણા મંત્રી (budget 2022 expectations) સાથે પ્રી-બજેટ ચર્ચા દરમિયાન આવ્યા હતા. સીતારમણે 15-22 ડિસેમ્બરની વચ્ચે બજેટ 2022-23 વિશે વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન નાણામંત્રીએ આઠ બજેટ પરામર્શ બેઠકોમાં ભાગ લીધો હતો જેમાં સંબંધિત પક્ષોના સાત જૂથોના 120 થી વધુ પ્રતિનિધિઓ સામેલ હતા.

આ મુદ્દાઓને ચર્ચામાં સામેલ કરવામાં આવ્યા હતા
મંત્રાલયના જણાવ્યા અનુસાર કૃષિ અને કૃષિ-પ્રક્રિયા ઉદ્યોગો, ઉદ્યોગ, માળખાકીય ક્ષેત્ર, નાણાકીય અને મૂડી બજાર, સેવાઓ અને વેપાર, સામાજિક ક્ષેત્ર, વેપારી સંગઠનો અને ટ્રેડ યુનિયનો અને અર્થશાસ્ત્રીઓએ બજેટ સંબંધિત ચર્ચાઓમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વિવિધ જૂથોએ નાણામંત્રીને ઘણા સૂચનો આપ્યા હતા. સંશોધન અને વિકાસ પર ખર્ચમાં વધારો, ડિજિટલ સેવાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા, હાઈડ્રોજન સ્ટોરેજ અને ફ્યુઅલ સેલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા, આવકવેરાના દરોને તર્કસંગત બનાવવા અને ઓનલાઈન સુરક્ષા પગલાંમાં રોકાણ જેવા સૂચનો મુખ્ય હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સીતારમણનું ચોથું બજેટ
સીતારમણ આગામી બજેટ (Budget 2022) 1 ફેબ્રુઆરી 2022ના રોજ સંસદમાં રજૂ કરશે. આ તેમનું ચોથું બજેટ હશે. કોવિડ-19 મહામારીને લઈને વધતી જતી ચિંતા વચ્ચે આર્થિક જગત આ બજેટ(budget 2022 expectations)ની ખૂબ રાહ જોઈ રહ્યું છે. સરકાર સમક્ષ આ પડકાર વચ્ચે આર્થિક તેજી જાળવી રાખવાનો પડકાર રહેશે. સામાન્ય લોકોને બજેટમાં ઘણી રાહતો મળવાની આશા છે.

આ પણ વાંચો :  Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

આ પણ વાંચો : Online shopping New Rules 2022: 1 જાન્યુઆરીથી બદલાઈ રહ્યા છે ઓનલાઈન શોપિંગના નિયમ, જાણો શું છે નવું ?

Published On - 7:34 am, Thu, 23 December 21

Next Article