Budget 2021 LIVE Streaming : બજેટ ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું? વાંચો આ અહેવાલમાં

|

Feb 01, 2021 | 7:47 AM

ભારતના નાણાં પ્રધાન તરીકે નિર્મલા સિતારમણ આજે ત્રીજીવાર બજેટ રજુ કરશે. દેશના નાગરિકો નાણાંકીય વર્ષ 2021-22ના અંદાજપત્રનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે આગવી વ્યવસ્થા કરાઈ છે. મોબાઈલ એપ બનાવીને લોંચ કરાઈ છે જેનુ નામ છે “Union Budget Mobile App”. આ ઉપરાંત લોકસભા વેબસાઇટ https://loksabhatv.nic.in/ પરથી પણ સંસદમાં રજુ કરાયેલ બજેટનું જીવંત પ્રસારણ જોઈ શકાશે.

Budget 2021 LIVE Streaming : બજેટ ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું? વાંચો આ અહેવાલમાં
Budget 2021

Follow us on

Budget 2021:સંસદનું બજેટ સત્ર શુક્રવારે 29 જાન્યુઆરી 2021 થી શરૂ થયું છે. આજે 1 ફેબ્રુઆરી, 2021 ને ​​સોમવારે  નાણાકીય વર્ષ 2021-2022નુ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોની જેમ કેન્દ્રિય બજેટ 1 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારમાં ભારતના નાણાં પ્રધાન તરીકે નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)નું  આ ત્રીજું બજેટ છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગત શુક્રવારે સંસદમાં આર્થિક સર્વે 2021 રજૂ કર્યો હતો. આર્થિક સર્વેમાં, નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી વૃદ્ધિ 11 ટકા રહેવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. તે જ સમયે,  નાણાકીય વર્ષ 2021 માં રાજકોષીય ખાધ લક્ષ્ય કરતા વધુ હોવાની સંભાવના છે. સર્વેમાં, નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ -7.7 ટકા રહેવાનો અંદાજ છે.

પળેપળની જાણકારી મળશે
કોરોનાને જોતા આ વર્ષનું બજેટ સંપૂર્ણ રીતે પેપરલેસ રાખવામાં આવ્યું છે. અને તેને લોકો સુધી પહોંચાડવા માટે એક મોબાઈલ એપ શરૂ કરવામાં આવી છે. જેથી સામાન્ય લોકો અને સાંસદો સરળતાથી બજેટ વિશે માહિતી મેળવી શકે. આ એપ્લિકેશનનું નામ છે “Union Budget Mobile App” જે તાજેતરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા લોંચ કરાઈ છે. યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ કરાઈ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બજેટ LIVE જોઈ શકાશે
જો તમે દસ્તાવેજ ઉપરાંત બજેટ ભાષણ LIVE જોવા માંગતા હોય, તો તમે તેને તમારા મોબાઇલ પર લાઇવ પણ જોઈ શકો છો. આ માટે, તમારે લોકસભા વેબસાઇટ https://loksabhatv.nic.in/ પર જવું પડશે. માહિતી માટે જણાવીએ કે નાણાંમંત્રી દ્વારા કેન્દ્રીય બજેટનું ભાષણ 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે. આ સિવાય બજેટ લોકસભા ટીવી, દૂરદર્શન, રાજ્યસભા ટીવી વગેરે પર પણ પ્રસારિત કરવામાં આવશે. યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ બજેટ જોઇ શકાશે.

Published On - 7:45 am, Mon, 1 February 21

Next Article