Budget 2021 : છેલ્લા 10 વર્ષમાં માત્ર ત્રણ વખત બજેટના દિવસે શેરબજારમાં તેજી નોંધાઈ, Budget 2020માં Sensex બન્યું હતું Top Loser

બજેટના દિવસે શેરબજારની ગતિવિધિની વાત કરીએ તો પાછલા 10 વર્ષમાં માત્ર ત્રણ વખત સેન્સેક્સમાં વધારો જોવા મળ્યો છે અને બજેટે સાત વખત બજારને નિરાશ કર્યું છે.

Budget 2021 : છેલ્લા 10 વર્ષમાં માત્ર ત્રણ વખત બજેટના દિવસે શેરબજારમાં તેજી નોંધાઈ, Budget 2020માં Sensex બન્યું હતું Top Loser
Nirmala Sitaraman
| Edited By: | Updated on: Feb 01, 2021 | 7:46 AM

Budget 2021 : બજેટના દિવસે છેલ્લા 10 વર્ષની શેરબજારની સ્થિતિ ઉપર નજર કરીએ તો બજેટના દિવસે રોકાણકારોએ અસમંજસ અનુભવી છે. ચિંતાઓ વચ્ચે નફાવસૂલીના કારણે ઘટાડો નોંધાય છે. ગયા વર્ષે સામાન્ય બજેટ 2020-21થી રોકાણકારો એટલા નિરાશ થયા હતા કે બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેન્સેક્સ 988 પોઇન્ટ ઘટીને 40,000 ની નીચે ગયો હતો અને એનએસઈ નિફ્ટી 276.85 ઘટીને 11,685.25 ની સપાટીએ બંધ રહ્યો હતો. આજની સ્થિતિ ઉપર અલગ – અલગ અંદાજ લગાવાઈ રહ્યા છે

બજેટના દિવસે બજારની ગતિવિધિની વાત કરીએ તો પાછલા 10 વર્ષમાં માત્ર ત્રણ વખત સેન્સેક્સમાં વધારો જોવા મળ્યો છે અને બજેટે સાત વખત બજારને નિરાશ કર્યું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતા રમણના સમયમાં બજારમાં બંને વખત ઘટાડો થયો છે. 5 જુલાઈ, 2019 ના રોજ સેન્સેક્સ 395 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે 1 ફેબ્રુઆરી 2020 ના રોજ સેન્સેક્સ સામાન્ય બજેટ પર 900 પોઇન્ટ તૂટ્યો હતો. યુપીએ સરકારની વાત કરીતો વર્ષ 2010 થી 2012 ના બજેટ દિવસે સેન્સેક્સ બે વાર ઘટ્યો છે આ સમયે પ્રણવ મુખર્જી નાણાં પ્રધાન હતા.

છેલ્લા 10 બજેટ દિવસોમાં સેન્સેક્સની સ્થિતિ

તારીખ વર્ષ                      નાણામંત્રી            વૃદ્ધિ / ઘટાડો
26 ફેબ્રુઆરી 2010        પ્રણવ મુખર્જી                – 175
28 ફેબ્રુઆરી 2011       પ્રણવ મુખર્જી              123
16 માર્ચ 2012               પ્રણવ મુખર્જી                 -220
28 ફેબ્રુઆરી 2013      પી.ચિદમ્બરમ                -291
10 જુલાઈ 2014           અરુણ જેટલી                 -72
28 ફેબ્રુઆરી 2015    અરુણ જેટલી               141
29 ફેબ્રુઆરી 2016      અરુણ જેટલી                 -52
01 ફેબ્રુઆરી 2017       અરુણ જેટલી            476
01 ફેબ્રુઆરી 2018      અરુણ જેટલી                 -59
05 જુલાઈ 2019         નિર્મળા સીતારામણ       -395
01 ફેબ્રુઆરી ૨૦૨૦     નિર્મળા સીતારમણ         -900