Budget 2021: બજેટ પૂર્વે શેરબજાર મુજબૂત સ્થિતિ સાથે ખુલ્યા, SENSEXમાં જબરદસ્ત ઉછાળો દેખાયો

Budget 2021 : BSE SENSEX  બજેટના દિવસે પ્રિ માર્કેટમાં 383 અંકના મજબૂત ઉછાળા સાથે 46,669 પર કારોબાર દેખાયો હતો. આજે શેર બજાર( stock market )સારી સ્થિતિમાં ખુલ્યું છે .

Budget 2021: બજેટ પૂર્વે  શેરબજાર મુજબૂત સ્થિતિ સાથે ખુલ્યા, SENSEXમાં જબરદસ્ત ઉછાળો દેખાયો
Stock Market
| Edited By: | Updated on: Feb 01, 2021 | 9:28 AM

Budget 2021 : BSE SENSEX  બજેટના દિવસે પ્રિ માર્કેટમાં 383 અંકના મજબૂત ઉછાળા સાથે 46,669 પર કારોબાર દેખાયો હતો. આજે શેર બજાર ( stock market ) સારી સ્થિતિમાં ખુલ્યું છે . પ્રારંભિક કારોબારમાં 468 અંકનો ઉછાળો દેખાયો છે. NIFTY  પણ 0.9 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે.  પ્રારંભિક સત્રમાં 120 અંકની વૃદ્ધિ દેખાઈ છે

ભારતીય શેરબજારની સ્થિતિ ( સવારે ૯.૧૫ વાગે)
બજાર                સૂચક આંક          વૃદ્ધિ
સેન્સેક્સ        46,754.76     +468.99 
નિફટી        13,752.75      +118.15 

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મંત્રાલયમાં પહોંચી ગયા છે. આજે તે સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ તેમનું ત્રીજું બજેટ હશે. અગાઉ, તેમણે 5 જુલાઈ 2019 અને 1 ફેબ્રુઆરી 2020 ના રોજ કેન્દ્રીય બજેટ પણ રજૂ કર્યું હતું. નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ બજેટ સામાન્ય લોકો માટે રાહત આપશે. મોદી સરકારનું આ 9 મુ બજેટ હશે, જેમાં 5 જુલાઇ 2019 ના રોજ વચગાળાના બજેટનો સમાવેશ થાય છે.

શેરબજાર માટે બજેટ દિવસ ખૂબ જ અસ્થિર રહેવાની અપેક્ષા છે. બજારના ચાલ મુખ્ય ક્ષેત્રોમાં બજેટ-લિંક્ડ જાહેરાતો પર આધારીત છે. એમએસએમઇ, ઓટો , સંરક્ષણ સહિત વીમા કંપનીઓના શેરો પર ફોક્સ રહેશે.

ઐતિહાસિક દ્રષ્ટિએ બજેટ સમયે શેર બજારમાં વિપરીત વલણ જોવા મળે છે. એટલે કે બજારો જે સતત વધતું હોય તો પણ બજેટના દિવસે સરકી જાય છે. તેવી જ રીતે જે બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું હોય છે તે બજેટ સમયે વધે છે. જો કે આમ હમેશા થવું જરૂરી નથી. બજેટ દિવસે 12 માંથી 7 બજાર ઘટાડા સાથે બંધ થયા છે.

મોટાભાગના બજારના નિષ્ણાતો આશા રાખી રહ્યા છે કે સરકારના વધુ ખર્ચ અને ઓછી આવકને કારણે વધતા નાણાકીય ખાધને કારણે બજારમાં ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત સરકાર કોરોના સેસ લાવી શકે છે.