BUDGET 2021: બજેટ બાદ SENSEXમાં 2,000 અને NIFTYમાં 563 અંક સુધીનો ઉછાળો નોંધાયો

|

Feb 01, 2021 | 2:33 PM

BUDGET 2021: નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું સંસદમાં બજેટ ભાષણ સમાપ્ત થઈ ગયું છે. બજેટમાં કોઈ નવા ટેક્સ સ્લેબની ઘોષણા કરવામાં આવી નથી. મોદી સરકારના કાર્યકાળનું આ નવમું બજેટ હતું.

BUDGET 2021: બજેટ બાદ SENSEXમાં 2,000 અને NIFTYમાં 563 અંક સુધીનો ઉછાળો નોંધાયો

Follow us on

BUDGET 2021: નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું સંસદમાં બજેટ ભાષણ સમાપ્ત થઈ ગયું છે. બજેટમાં કોઈ નવા ટેક્સ સ્લેબની ઘોષણા કરવામાં આવી નથી. મોદી સરકારના કાર્યકાળનું આ નવમું બજેટ હતું. બજેટ ભાષણ પછીનું માર્કેટ રેકોર્ડ સ્પીડથી વધ્યું છે. બીએસઈ સેન્સેક્સ 2,020 પોઈન્ટના વધારા સાથે 48,306.59 પર નોંધાયો હતો. બેન્કિંગના સેક્ટર તેજીમાં મોખરે છે. નિફ્ટીનો બેંક ઈન્ડેક્સ 7.21%ની મજબૂતી સાથે 32,768.70 પર ટ્રેડ કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેંકની 12% વૃદ્ધિ સાથે લીડ કરે છે. આજે નિફ્ટી ઈન્ડેક્સ 563 અંકના વધારા સાથે 14,198.40 પર કારોબાર કરી રહ્યો છે.

 

વીમા શેરોમાં મોટો વધારો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સરકાર વીમા અધિનિયમ 1938માં સુધારો કરશે. આ અંતર્ગત, વીમા કંપનીઓમાં FDI મર્યાદા 49%થી વધારીને 74% કરવાની જાહેરાત કરવામાં આવી છે. એચડીએફસી લાઈફના શેરમાં 5.2.%, એસબીઆઈ લાઇફ 3.8% અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યુરન્સના શેરમાં 6.1 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

 

ગેસ કંપનીઓ વધી
નાણાં પ્રધાને કહ્યું કે સરકાર સિટી ગેસ વિતરણ અંતર્ગત દેશના 100 અન્ય શહેરોને જોડશે. આ સાથે ઈન્દ્રપ્રસ્થ ગેસનો શેર 2.5% અને મહાનગર ગેસનો શેર 1.8% વધીને કારોબાર કરી રહ્યો છે.

 

આ પણ વાંચો: Budget 2021: મકાન અને ફ્લેટ ખરીદનારાઓ માટે બજેટમાં નાણાપ્રધાને આપી રાહત

Next Article