Budget 2021 : ઐતિહાસિક ઉછાળાના પગલે SENSEX 2314 અંક વધારા સાથે બંધ થયો, જાણો કોણ રહ્યા TOP GAINERS અને LOSERS

|

Feb 01, 2021 | 4:14 PM

BUDGET 2021 : આજે સંસદમાં મોદી સરકારનું નવમુ બજેટ રજૂ કરાયું હતું. બજેટ તમામ વર્ગ અને ક્ષેત્રના લોકોને ખુબ પસંદ પડ્યું છે. શેરબજારે(STOCK MARKET) પણ બજેટને લઈ ખુબ સારી પ્રતિક્રિયા આપતા ઐતિહાસિક વધારો દર્જ કરાવ્યો છે. પ્રારંભથીજ તેજી સાથે કારોબાર શરૂકરનાર શેરબજારે આખો દિવસ વૃદ્ધિની દિશા જાળવી રાખી હતી.

Budget 2021 : ઐતિહાસિક ઉછાળાના પગલે  SENSEX 2314 અંક વધારા સાથે બંધ થયો, જાણો કોણ રહ્યા TOP GAINERS અને LOSERS
STOCK MARKET HAPPY INVESTORS FILE IMAGE

Follow us on

BUDGET 2021 : આજે સંસદમાં મોદી સરકારનું નવમુ બજેટ રજૂ કરાયું હતું. બજેટ તમામ વર્ગ અને ક્ષેત્રના લોકોને ખુબ પસંદ પડ્યું છે. શેરબજારે(STOCK MARKET) પણ બજેટને લઈ ખુબ સારી પ્રતિક્રિયા આપતા ઐતિહાસિક વધારો દર્જ કરાવ્યો છે. પ્રારંભથીજ તેજી સાથે કારોબાર શરૂકરનાર શેરબજારે આખો દિવસ વૃદ્ધિની દિશા જાળવી રાખી હતી.

બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE)ના સેન્સેક્સ(SENSEX) બજેટના દિવસે 2314.84 અંક વધીને 48,600.61 ની સપાટીએ બંધ થયો છે. નિફ્ટી(NIFTY) ઈન્ડેક્સ પણ 693 પોઇન્ટના વધારા સાથે 14,328.00 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 8.81% વધીને 33,257.00 ની સપાટીએ બંધ રહ્યો છે જે ઈન્ડેક્સનું ઓલ ટાઇમ હાઈ લેવલ છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર          સૂચકઆંક             વૃદ્ધિ
સેન્સેક્સ     48,600.61    +2,314.84 (5.00%)
નિફટી       14,281.20     +646.60 (4.74%)

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

બજેટના દિવસે આટલો મોટો વધારો આ અગાઉ 1997 માં જોવા મળ્યો હતો. જે તે સમયે ઇન્ડેક્સ 6% ની મજબૂતી સાથે બંધ રહ્યો હતો. BSE માં 3,129 શેરમાં કારોબાર થયો હતો જે પૈકી 1,947 શેર વધ્યા હતા. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ વધીને રૂ. 192.62 લાખ કરોડ થઈ છે જે શુક્રવારે રૂ. 186.13 લાખ કરોડ હતી.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 3.03 ટકા વધીને 18,630.31 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.03 ટકાની મજબૂતીની સાથે 18,353.32 પર બંધ થયા છે.

NIFTY50 ઇન્ડેક્સમાં આજના TOP GAINERS આ મુજબ રહ્યા હતા.

Company          Last Price        Gain(%)
IndusInd Bank          970.6             14.71
ICICI Bank              603.8               12.44
Bajaj Finserv          9,721.80          11.45
SBI                          310.7                10.14
Larsen                   1,448.85            8.55

NIFTY50 ઇન્ડેક્સમાં આજના TOP LOSERS આ મુજબ રહ્યા હતા.

Company       Last Price     Loss(%)
UPL                         534.1           -4.74
Dr Reddys Labs  4,428.15      -3.79
Cipla                      806.4          -2.36
Tech Mahindra  941.75          -2.04
HUL                    2,248.60       -0.68

Published On - 4:13 pm, Mon, 1 February 21

Next Article