Budget 2021: સોનુ થશે સસ્તું, કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કરાયો

BUDGET 2021: બજેટ 2021 તરફ સોનાના રોકાણકાર અને વેપારીઓ બંનેને ખુબ આશા છે. વર્ષ 2020માં સોનાના ભાવ આસમાને પહોંચ્યા હતા. કોરોનાના કારણે સર્જાયેલી કટોકટીની સ્થિતિમાં સલામત રોકાણ તરીકે સોના તરફ ઝુકાવ રહ્યો હતો.

Budget 2021: સોનુ થશે સસ્તું, કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કરાયો
પ્રતીકાત્મક તસ્વીર
| Edited By: | Updated on: Feb 01, 2021 | 1:11 PM

BUDGET 2021: બજેટ 2021 તરફ સોનાના રોકાણકાર અને વેપારીઓ બંનેને ખુબ આશા છે. વર્ષ 2020માં સોનાના ભાવ આસમાને પહોંચ્યા હતા. કોરોનાના કારણે સર્જાયેલી કટોકટીની સ્થિતિમાં સલામત રોકાણ તરીકે સોના તરફ ઝુકાવ રહ્યો હતો. સોનાના ભાવ 23 ટકા સુધી ઉછળ્યા હતા. વર્ષ 2021ની શરૂઆત સાથે કોરોના વેક્સીન બજારમાં આવી છે અને કોરોનાના કેસ પણ ઘટ્યા છે. વેપાર રોજગારની ગાડી ફરી પાટા ઉપર ચડવા લગતા અન્ય રોકાણોના વિકલ્પ ખુલવાથી સોનુ સસ્તું થઈ રહ્યું છે. સોનામાં માંગ રહી હતી કે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે અને KYCના નિયમોમાં હળવાશ જાહેર કરવામાં આવે.

 

નાણામંત્રીએ રજુઆત ધ્યાને લીધી હોય તેમ લાગી રહ્યું છે. સોનાચાંદી ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવાં આવી છે. નાણાં મંત્રીની જાહેરાતના પગલે વાયદા બજારમાં સોનુ તૂટ્યું છે. MCXમાં સોનુ 5 ફેબ્રુઆરી 2021ની ડિલિવરી મુજબ 800 રૂપિયા તૂટ્યું છે. (બપોરે 12.50 વાગ્યે MCX GOLD  48300.00 -796.00 (-1.62%))

 

આ પણ વાંચો: Budget 2021: વિદેશથી આવતા મોબાઈલ થશે મોંઘા, લગાવવામાં આવશે 2.5%ની કસ્ટમ ડ્યુટી

 

Published On - 1:10 pm, Mon, 1 February 21