Budget 2021: બજેટમાં નિકાસ કરનારા MSMEને વિશેષ દરજ્જો મળવાની આશા

|

Feb 01, 2021 | 10:41 AM

Budget 2021: MSME એટલે માઈક્રો, સ્મોલ, મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઈઝ, કોઈપણ રાજ્યની કુલ આવક અર્થાત તે રાજ્યોના જીએસડીપીમાં મેન્યુફેકચરીંગ અને સર્વિસ સેકટરનો ફાળો અત્યંત મહત્વનો મનાય છે તથા MSMEમાં રાજ્યની કુલ રોજગારીનો 60-70 ટકાથી વધુ ભાગ હોય છે.

Budget 2021: બજેટમાં નિકાસ કરનારા MSMEને વિશેષ દરજ્જો મળવાની આશા

Follow us on

Budget 2021: MSME એટલે માઈક્રો, સ્મોલ, મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઈઝ, કોઈપણ રાજ્યની કુલ આવક અર્થાત તે રાજ્યોના જીએસડીપીમાં મેન્યુફેકચરીંગ અને સર્વિસ સેકટરનો ફાળો અત્યંત મહત્વનો મનાય છે તથા MSMEમાં રાજ્યની કુલ રોજગારીનો 60-70 ટકાથી વધુ ભાગ હોય છે. જેનો સીધો અર્થ એ કરી શકાય કે, રાજ્યમાં રોજગારીનો દર વધારવો હોય તો એમએસએમઈમાં વધારે રોકાણ આવશ્યક છે. રાજ્યમાં અને દેશમાં રોજગારીના સર્જનમાં MSMEનો મહત્વનો ફાળો છે. Budget 2021માં સરકાર નિકાસ કરનારા MSMEને વિશેષ દરજ્જો આપી શકે છે.

 

નિકાસ કરનારા MSMEને વિશેષ દરજ્જો

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

કેન્દ્ર સરકાર નિકાસ કરનારા MSMEને બજેટમાં વિશેષ દરજ્જો આપી શકે છે. વિશેષ દરજ્જો પ્રાપ્ત MSMEને સરકાર થોડી નવી સુવિધા આપી શકે છે. જેના કારણે તેમની નિકાસમાં વધારો થઈ શકે. હાલમાં વસ્તુઓની નિકાસમાં MSMEની ભાગીદારી 48 ટકા છે. હાલમાં જ કેન્દ્રીય MSME પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે આવનારા પાંચ વર્ષોમાં નિકાસમાં MSMEની ભાગીદારી 60 ટકા સુધી લઇ જવી છે. આ સાથે જ MSMEના માધ્યમથી દશમાં પાંચ કરોડ નવી રોજગારીના અવસરો ઉભા થશે.

 

વિશેષ દરજ્જો પ્રાપ્ત MSMEને મળી શકે છે આ લાભો

MSME મંત્રાલયના સૂત્રો અનુસાર સરકાર કુલ વેપારના 70 ટકા સુધી નિકાસ કરનારા MSMEને બજેટમાં વિશેષ દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે. આવા MSMEને સસ્તા દરે જમીન અને લોન વ્યાજમાં વિશેષ છૂટ આપવા આવી શકે છે. નિકાસમાં અગ્રણી MSMEને પ્લાન્ટ તેમજ મશીનરીના રોકાણમાં સબસિડી આપવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર નિકાસ કરનારા MSMEના ખર્ચ ઘટાડવાનો સરકારનો ઉદ્દેશ્ય છે. જેનાથી તે આંતરરાષ્ટ્રીય બજારમાં સરળતાથી સ્પર્ધા કરી શકે.

 

આ પણ વાંચો: Budget in Gujarati 2021 LIVE: આજે અર્થવ્યવસ્થાને લાગશે ‘વિકાસની વેક્સીન’ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ રજુ કરશે બજેટ 2021

Next Article