નાણામંત્રી નથી બનાવતાં બજેટ,સરકારી અધિકારીઓ 1 મહિના સુધી નથી જઈ શકતાં ઘરે, બજેટ સાથે સંકળાયેલી આવી જ કેટલીક ગુપ્ત માહિતીઓ વાંચો

નાણામંત્રી નથી બનાવતાં બજેટ,સરકારી અધિકારીઓ 1 મહિના સુધી નથી જઈ શકતાં ઘરે, બજેટ સાથે સંકળાયેલી આવી જ કેટલીક ગુપ્ત માહિતીઓ વાંચો

આજે જ્યારે એક તરફ દેશમાં બજેટના લાભ અને તેનાથી તમને મળેલા ફાયદા અંગે વાત કરવામાં આવી રહી છે ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે બજેટ રજુ નાણામંત્રી કરે છે પરંતુ તેને તૈયાર કોણ અને ક્યારથી કરે છે ? જાણો બજેટના પ્રારંભિક માળખાથી શરૂ થવાથી લઈને બજેટ સાથે સંકળાયેલી તમામ નાની અને મહત્વની વાતો સૌ […]

Parth_Solanki

|

Feb 01, 2019 | 12:32 PM

આજે જ્યારે એક તરફ દેશમાં બજેટના લાભ અને તેનાથી તમને મળેલા ફાયદા અંગે વાત કરવામાં આવી રહી છે ત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે બજેટ રજુ નાણામંત્રી કરે છે પરંતુ તેને તૈયાર કોણ અને ક્યારથી કરે છે ?

જાણો બજેટના પ્રારંભિક માળખાથી શરૂ થવાથી લઈને બજેટ સાથે સંકળાયેલી તમામ નાની અને મહત્વની વાતો

સૌ પ્રથમ તો અંતરિમ બજેટ હોય છે શું ? દેશમાં જ્યારે ચૂંટણીનું વર્ષ હોય છે ત્યારે સંપૂર્ણ વર્ષ માટે બજેટ જાહેર કરવામાં આવતું નથી. જેના સ્થાન પર અંતરિમ બજેટ રજુ કરવામાં આવે છે. જેને માત્ર આગામી ત્રણ મહિના માટે જ મર્યાદિત હોય છે. જો સરળ શબ્દોમાં કહેવામાં આવે તો આ માત્ર ટૂંકાગાળાના દેશ ચલાવવા માટેનું સરવૈયું રજુ કરવામાં આવે છે. 1948થી અંતરિમ બજેટ રજુ કરવાની પરંપરા ચાલી આવી રહી છે.

ક્યારથી શરૂ થાય છે બજેટ બનાવવાની પ્રક્રિયા ? તમને જાણીને નવાઈ લાગશે કે બજેટ બનાવવાની તૈયારી 6 મહિના અગાઉથી શરૂ કરવામાં આવે છે. જેમાં ગુપ્તતાને ધ્યાનમાં રાખાવમાં આવે છે. એટલું જ નહીં એક મહિના પહેલાં નાણા મંત્રાલયના અધિકારીઓને એક મહિના પહેલાં મીડિયાથી દૂર કરી દેવામાં આવે છે. જેના કારણે બજેટની કોઈ પણ માહિતી બહાર આવી ન શકે.

ફેબ્રુઆરીમાં રજુ થનાર બજેટની પ્રક્રિયાની શરૂઆત સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવે છે. જેના માટે કેન્દ્ર સરાકરના તમામ મંત્રાલયોને પરિપત્ર મોકલવામાં આવે છે. જેમાં તમેના જરૂરી ખર્ચ સંબંધિત માહિતીઓ માંગવામાં આવે છે. જ્યાંથી તેમના ખર્ચનું અનુમાનીત રકમની તૈયારી કરવામાં આવે છે.

તમામ વિભાગો પાસેથી માહિતી મેળવ્યા બાદ નાણા મંત્રાલય અલગ અલગ સમૂહો પાસે બજેટની માહિતી અંગે બેઠક કરતું હોય છે. જેમાં વિવિધ ઉદ્યોગ સંગઠન, ખેડૂતોના સંગઠનથી લઈ ટ્રેડ યુનિયન અને આંતરરાષ્ટ્રીય મંડળ સાથે બેઠક કરી તેમની માંગણીઓ પૂછવામાં આવે છે અને તેમની જરૂરિયાત સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

જે પછી નાણાં મંત્રાલયમાં અંતિમ બેઠકો કરવામાં આવે છે. જેમાં નીતિ આયોગથી લઈ નાણામંત્રાલયના તમામ અધિકારીઓ અને નાણામંત્રી જાતે અધ્યક્ષ રહે છે. જેમાં સત્તામાં રહેલી પાર્ટીના મુખ્ય એજન્ડાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અને તેના પર ફેરફાર કરવામાં આવે છે.

આ તમામ પ્રક્રિયા બાદ ડિસેમ્બર મહિનામાં પહેલાં ડ્રાફ્ટ કોપી નાણામંત્રીને સોંપવામાં આવે છે. જેને પ્રથમ બજેટ કોપી પણ હોય છે. જેના કાગળનો રંગ ભૂરો હોય છે. જેમાં રજુ કરવામાંઆવે છે.

આ પછી જાન્યુઆરી મહિનામાં નાણામંત્રી અધિકારીઓ બેન્કના અધિકારીઓ સાથે અંતિમ ચર્ચા શરૂ કરે છે. જે પછી તમામ પક્ષો સાથે ફરી ચર્ચા કરવામાં આવે છે. અને ત્યાર બાદ 7 થી 10 દિવસ માટે બજેટને છાપવાની શરૂઆત થાય છે.

દેશના બજેટ કોઇ અન્ય પ્રેસમાં ન છપતાં નાણા મંત્રાલયના અંદર જ છાપવામાં આવે છે. જેમાં IB ના અધિકારીઓની ટીમ પણ બજેટ પર નજર રાખતું હોય છે. તમામ ફોન કોલ્સથી લઈને અધિકારીઓની ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવે છે. એટલું જ નહીં અધિકારીઓને જેટલાં દિવસ પ્રન્ટિંગનું કામ ચાલતું હોય છે ત્યાં સુધી બહારની દુનિયાથી કટ ઓફ કરી દેવામાં આવે છે.

ક્યાં થાય છે પ્રિન્ટ ? 

અગાઉ બજેટના પેપર રાષ્ટ્રપતિ ભવનામાં પ્રિન્ટ થતાં હતાં પરંતુ 1950માં બજેટ લીક થયા બાદ તેનું સ્થાન બદલવામાં આવ્યું. અને 1980થી બજેટ નોર્થ બ્લોકના ભોંયરામાં પ્રેસ કરવામાં આવે છે.

નાણામંત્રીનું ભાષાણ સૌથી સુરક્ષિત દસ્તાવેજ છે જેને બજેટની જાહેરાતના બે દિવસ પહેલાં અડધી રાત્રે પ્રિન્ટ કરવામાં આવે છે. જે પછી નાણામંત્રીને સોંપવામાં આવે છે. જેને નાણામંત્રી બજેટ રજુ કરવાના દિવસે 11 કલાકે વાંચે છે. 75 દિવસમાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવાની રહે છે. રાષ્ટ્રપતિના મંજૂરી પછે બજેટની પ્રક્રિયા પૂર્ણ થાય છે.

એટલે કે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થયેલા બજેટની પ્રક્રિયા છે કે માર્ચ-એપ્રિલ મહિનામાં અંત થાય છે. જે સાથે જ બજેટમાં જાહેર કરેલ લાભો પર સામાન્ય લોકો પર લાગુ થવાનું શરૂ થઈ જાય છે.

[yop_poll id=966]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati