શેર બજારોમાં તેજીને કારણે કંપનીઓની માર્કેટ કેપમાં પણ વધારો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ ની ટોચની 10 કંપનીઓમાંથી 8 ની માર્કેટ કેપમાં 1,53,041.36 કરોડ રૂપિયાનો વધારો થયો છે. એક સપ્તાહના સમયગાળામાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટોપ ગેઇનર રહ્યા છે.
HUL ટોપ ગેઈનર
BSEના ડેટા અનુસાર HULની માર્કેટ કેપમાં 43,596.02 કરોડનો વધારો થયો છે. આ સાથે કંપનીની માર્કેટ કેપ વધીને 5,57,714.17 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.નું માર્કેટ કેપ રૂ 37,434.4 કરોડ વધીને રૂ .12,71,438.23 કરોડ થયું છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ની માર્કેટ કેપ 21,557.45 કરોડ રૂપિયા વધી 10,44,457.52 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ કેપ રૂ .14,798.9 કરોડ વધી રૂ .3,80,247.43 કરોડ થઈ છે.
કુલ માર્કેટ કેપની શ્રેણીમાં રિલાયન્સ સૌથી ઉપર
માર્કેટ કેપની બાબતમાં બીએસઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફરી ટોચ પર છે બીજા ક્રમે ટીસીએસ અને બાદમાં એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ , ઇન્ફોસીસ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલ આવે છે.
ફાઇનાન્સ કંપનીઓની માર્કેટ કેપમાં ઘટાડો
નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની બજાજ ફાઇનાન્સની માર્કેટ કેપમાં રૂ. 1,919.24 કરોડનો ઘટાડો થયો છે. આ સાથે કંપનીની માર્કેટ કેપ ઘટીને રૂ. 2,91,839.07 કરોડ થઈ ગઈ છે. આ સાથે એચડીએફસી બેંકની માર્કેટ કેપ 1,624.45 કરોડ રૂપિયાથી ઘટીને 7,61,122.91 કરોડ રૂપિયા પર આવી ગઈ છે.
કંપની | સપ્તાહમાં વધારો | કુલ માર્કેટ કેપ |
HUL | 43,596.02 | 5,57,714.17 |
RIL | 37,434.4 | 12,71,438.23 |
TCS | 21,557.45 | 10,44,457.52 |
Kotak Mahindra Bank | 14,798.9 | 3,80,247.43 |
Infosys | 12,096.98 | 4,95,401.04 |
ICICI BANK | 9,031.76 | 3,55,529.51 |
HDFC | 8,988.46 | 4,13,181.19 |
Bharti Airtel | 5,537.39 | 2,74,987.37 |
કંપની | સપ્તાહમાં ઘટાડો | કુલ માર્કેટ કેપ |
Bajaj Finance | 1,919.24 | 2,91,839.07 |
HDFC Bank | 1,624.45 | 7,61,122.91 |
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો