મિડ અને સ્મોલ કેપ શેરોમાં વધુ પડતા ઉતાર – ચઢાવને રોકવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ રૂ 1,000 કરોડથી ઓછી માર્કેટ કેપિટલાઇઝેશનવાળા કેટલાક શેર પર નજર રાખવા માટે નવા મોનિટરિંગ સ્ટેપ્સ રજૂ કર્યા છે. BSE એ એક પરિપત્રમાં આ માહિતી જાહેર કરી હતી.
નવા નિયમો 23 ઓગસ્ટથી અમલમાં આવશે
BSE એ કહ્યું કે આ નવા ઉપાય એડ-ઓન પ્રાઇસ બેન્ડ ફ્રેમવર્ક (Add-on Price Band Framework)1,000 કરોડ રૂપિયાથી ઓછી માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ અને X, XT, Z, ZP, ZY અને Y ગ્રુપની સિક્યોરિટીઝ પર લાગુ થશે. આ નિયમ હેઠળ આવરી લેવામાં આવેલા 31 શેરોની પ્રાથમ યાદી બહાર પાડવામાં આવી છે. નવા નિયમો 23 ઓગસ્ટથી અમલમાં આવશે
નવા નિયમમાં સમાવિષ્ટ 31 કંપનીઓની યાદી
1. Anjani Foods Ltd
2. Ashiana Agro Industries Ltd
3. Assam Entrade Ltd
4. Available Finance Ltd
5. AVI Polymers Ltd
6. B&A Packaging India Ltd
7. Cosmo Ferrites Ltd
8. Flomic Global Logistics Ltd
9. Garware Synthetics Ltd
10. Gita Renewable Energy Ltd
11. Gopala Polyplast Ltd
12. Halder Venture Ltd
13. Hazoor Multi Projects Ltd
14. IEL Ltd
15. Jaykay Enterprises Ltd
16. LWS Knitwear Ltd
17. Master Trust Ltd
18. One Global Service Provider Ltd
19. Pacheli Industrial Finance Ltd
20. Pan Electronics India Ltd
21. Pooja Entertainment and Films Ltd
22. S & T Corporation Ltd
23. Sangam Renewables Ltd
24. Saraswati Commercial India Ltd
25. Sarthak Industries Ltd
26. SC Agrotech Ltd
27. Shree Worstex Ltd
28. Shri Bajrang Alliance Ltd
29. Siel Financial Services Ltd
30. Svarnim Trade Udyog Ltd
31. Texel Industries Ltd
મિડકેપ- સ્મોલકેપ શેરોમાં નીચલા સ્તરથી રિકવરી દેખાઈ
પરિપત્ર અનુસાર, આ માળખામાં માત્ર તે સ્મોલકેપ કંપનીઓનો સમાવેશ થશે જેમની માર્કેટ કેપ 1000 કરોડ રૂપિયાથી ઓછી છે અને જેમના શેરની કિંમત સમીક્ષા તારીખના દિવસે 10 રૂપિયાથી ઉપર છે. શોર્ટલિસ્ટ કરેલા શેર પર સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક ભાવ મર્યાદા લાગુ થશે. બીજી તરફ દૈનિક પ્રાઇસ બેન્ડ ઉપરાંત વધારાની કિંમત મર્યાદા લાગુ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ કરેલા શેરની સમીક્ષા 30 કારોબારી દિવસની રહેશે. આ નિયમો માત્ર BSE પર લિસ્ટેડ શેર પર લાગુ થશે. એક્સચેન્જના નિવેદન પછી મિડકેપ, સ્મોલકેપ શેરોમાં નીચલા સ્તરથી રિકવરી જોવા મળી છે.
આ પણ વાંચો : Krsnaa Dignostics IPO: તમે કરેલા રોકાણના શેર મળ્યા કે આવશે રિફંડ ? તપાસો આ બે સરળ રીત દ્વારા
આ પણ વાંચો : ZOMATO નું જૂન ક્વાર્ટરમાં નુકસાન વધ્યું છતાં શેર 9 ટકા ઉછળ્યો, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન
Published On - 8:01 am, Thu, 12 August 21